- 1 ડિસેમ્બરથી શરૂ થતી જુદી-જુદી 23 પરીક્ષાઓ મોકૂફ
- કોરના સંક્રમણ વધતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધો નિર્ણય
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરિપત્ર દ્વારા આપી માહિતી
રાજકોટ : રાજ્યમાં કોરોના મહામારીને કારણે 4 મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેરનો પણ સમાવેશ થાય છે. આવા સમયે રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 1 ડિસેમ્બરથી શરૂ થનારી તમામ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરાયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કર્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સંબંધિત તમામ વિદ્યાશાખાની કોલેજોના આચાર્યો તથા ભવનના વડાઓ માન્ય સંસ્થાઓના વડાઓને જણાવાનું કે, શૈક્ષણિક વર્ષ 2020-2021ના પ્રથમ સત્રની પરીક્ષાઓ માટે 1 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ સત્રની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. જેની નવી તારીખ આગામી દિવસીમાં જાહેર કરવામાં આવશે.