ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Saurashtra University: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક મામલે 111 દિવસ પછી નોંધાઈ પોલીસ ફરિયાદ - સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક મામલો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્ષ 2022ના ઓક્ટોબર માસમાં પ્રશ્નપત્રો ફૂટ્યા હતા. પેપર લીક મામલે અંતે 111 દિવસ પછી ગાંધીગ્રામ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ ફૂટેલા પ્રશ્નપત્રની કાર્યવાહી અદ્ધરતાલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ ફૂટેલા પ્રશ્નપત્રની કાર્યવાહી અદ્ધરતાલ

By

Published : Jan 30, 2023, 10:40 PM IST

Updated : Feb 3, 2023, 10:52 PM IST

રાજકોટઃસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક મામલે અંતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. એચ.એન શુક્લા કોલેજના જીગર ભટ્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. હવે સમગ્ર ઘટના મામલે ગાંધીગ્રામ પોલીસ તપાસ કરશે.

111 દિવસ પછી પોલીસ ફરિયાદ નોંધાઈ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક મામલે મોડી ફરિયાદ નોંધાવવા મામલે ઇન્ચાર્જ કુલપતિ ડો. ગીરીશ ભીમાણીનું નિવેદન સામે આવ્યું છે. જ્યારે પેપર ફૂટ્યું ત્યારથી પોલીસ અને FSLની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. જ્યાં સુધી તપાસ રિપોર્ટ સામે આવે નહિ ત્યાં સુધી પોલીસ ફરિયાદ થઈ શકે નહીં. હાલ FSL તપાસ રિપોર્ટ સામે આવતા અંગે યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જો કે સમગ્ર ઘટનામાં 111 દિવસ પછી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વિદ્યાર્થી સંગઠનો દ્વારા આક્ષેપ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ બે ત્રણ વાર પેપર ફૂટવાની ઘટના સામે આવી છે. વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જેને લઇને આજે કુલપતિ દ્વારા આ અંગે નિવેદન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:Junior Clerk Exam Paper Leak: પેપરલીક કાંડનો મુખ્ય સૂત્રધાર જીત નાયક ઝડપાયો, 5 લાખમાં કર્યો હતો પેપરનો સોદો

પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહિ: યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ધરમ કાંંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ પેપરની ઘટના સામે આવી છે. ત્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને પરિક્ષા નિયામક અનેકવાર ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે જઈ આવ્યા છે. પરંતુ હજુ સુધી આ મામલે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે આ મામલે સિન્ડિકેટમાં પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને આ મામલે રાજ્યના શિક્ષણ પ્રધાનને પણ રજૂઆત કરવાની વાત હતી પરંતુ હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી. પોલીસ માત્ર નિવેદન આપવા માટે બોલાવે છે અને આ મામલે કાર્યવાહી ચાલુ હોવાનું જણાવી રહી છે.

આ પણ વાંચો:Junior Clerk Exam Paper Leak: પેપરલીક કાંડના 15 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

ક્રાઈમબ્રાન્ચ અને FSLની ટીમ દ્વારા તપાસ:આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર ફોડવાનું જે લોકોએ કૃત્ય કર્યું છે. તે જ દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંલગ્ન પોલીસ સ્ટેશનમાં આ મામલે અરજી આપીને ફરિયાદ કરવામાં આવી છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોલીસમથકમાં બીજો એક પત્ર પણ આપીને પોલીસ ફરિયાદ કરવાની વાત કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર ફૂટવા મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને એફએસએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ જ્યાં સુધી આ તપાસ પૂર્ણ ન થાય અને કઈ સંસ્થામાંથી આ પેપર ફૂટવાનું કૃત્ય થયું છે તે બહાર ના આવે ત્યાં સુધી નામ જોગ એફઆઇઆર થઈ શકે નહીં.

Last Updated : Feb 3, 2023, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details