રાજકોટ: વિદ્યા લેવા માટે કોઈ જગ્યા મુલતવી ના હોઇ શકે, એક સમય હતો. જ્યારે ઝાડ નીચે ગુરુ શિષ્યોને જ્ઞાન આપતા હતા. ખુલ્લા વાતાવરણમાં શિયાળો હોય કે ઉનાળો કે પછી ચોમાસુ, દરેક સમયમાં બાળકોને જ્ઞાન પીરસવામાં આવતું હતું. પણ કેવો સમય આવી ગયો છે કે, જે શાળામાં બાળકોને ભણાવવામાં આવે છે. તેને લઇને એજ્યુકેશન ક્ષેત્રે પણ કૌભાંડ કરવામાં આવે છે. અહીંયા શાળાની દિવાલ હતી પણ દાનત ન હતી. એવો ઘાટ જોવા મળ્યો છે. રાજકોટ શહેરની રાષ્ટ્રીય શાળા ખાતે આવેલી 22 વર્ષ જૂની નેશનલ સ્કૂલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન કોલેજનું જોડાણ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અનેક ફરિયાદો યુનિવર્સિટીએ:તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકેડેમિક કાઉન્સિલની એક બેઠક યોજાઇ હતી. જેમાં શહેરના રાષ્ટ્રીય શાળા ખાતે આવેલી 22 વર્ષ જૂની નેશનલ સ્કૂલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન ઓફ કોલેજનું જોડાણ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે આ કોલેજ છેલ્લા 20 વર્ષ કરતા પણ વધુ સમયથી ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે. તેના ઉપરના ભાગે તાડપત્રી રાખવામાં આવી છે. આ સાથે જ આ કોલેજમાં માત્ર એકાદ બે જ અધ્યાપક હતા. કોલેજ દ્વારા યુનિવર્સિટીએ બે માળનો પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. એક જ માળમાં કોલેજ ચાલતી હતી. આ પ્રકારની અનેક ફરિયાદો યુનિવર્સિટીને મળી હતી. જેના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોલેજનું જોડાણ રદ્દ કરવાનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. કોલેજની હાલત જોઈને પણ અનેક સવાલો યુનિવર્સિટી પર પણ થઈ રહ્યા છે.
આ પણ વાંચો Rajkot News : મનપાના વિપક્ષ નેતાને ઓફિસ અને કાર જમા કરવાનો લેટર મામલે રાજકારણ ગરમાયું
2 માળનું મકાન દર્શાવાયું: જ્યારે આ મામલે કોંગ્રેસના નેતા નિદત બારોટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એકેડેમિક કાઉન્સિલની એક બેઠક મળી હતી. જેમાં વિવિધ કોલેજના જોડાણની સાથે આ કોલેજનો પણ એક મુદ્દો હતો. જેમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન, જે કોલેજ રાષ્ટ્રીય શાળામાં ચાલી રહી છે. અભિનવ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય શાળામાં આ ખાનગી કોલેજ ચલાવવામાં આવી છે. જેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા 20 વર્ષથી મંજૂરી આપવામાં આવી હતી.