સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાનું ધામ કે મહેફિલનો અડ્ડો કેમ્પસમાંથી ખાલી દારૂની બોટલો મળી આવી રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. જેમાં યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે. જેના કારણે યુનિવર્સિટી તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. દારૂની ખાલી બોટલો જોઈને સવાલો થઈ રહ્યા છે કે, રાત્રિ દરમિયાન અહીંયા મહેફિલ થતી હોય છે. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાલી દારૂની બોટલો મળી આવવાની ઘટનાને લઈને શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. યુનિવર્સિટી દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો Rajkot News: શિક્ષકે વિદ્યાર્થીને I LOVE YOU કહ્યું, ગણીત સમજાવવા કર્યું આવું
માત્ર 100મીટર દૂર:જે સ્થળેથી ખાલી દારૂની બોટલો મળી આવી છે. ત્યાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિની ઓફિસ માત્ર 100 મીટર જ દૂર છે. યુનિવર્સિટીના ધનવંતરી ઔષધી ઉધાન કેન્દ્ર ખાતેથી આ ખાલી દારૂ ભરેલી બોટલો મળી આવી છે. એવામાં સવાલો એવા ઊભા થઈ જાય છે કે યુનિવર્સિટી હાલ ગેરકાયદેસર પ્રવૃતિઓનો અડ્ડો બની ગયું છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ગ્રેડનો દરરોજો ધરાવે છે. એવામાં આ પ્રકારની ઘટના સામે આવી છે જેને લઈને વિવિધ વિદ્યાર્થી સંગઠનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
ઔષધીય કેન્દ્રની કરાઈ હતી સ્થાપના:જ્યારે યુનિવર્સિટીમાં ધન્વંતરી ઔષધીય ઉધાન કેન્દ્ર આવેલું છે. વર્ષ 2006માં જે તે તત્કાલીન કુલપતિ દ્વારા આ ઉધાનની સ્થાપના કરવામાં આવી હતી. તેમજ અલગ અલગ નક્ષત્રો અને ગ્રહોના નામો રાખ્યા હતા. જ્યારે અહીંયા પેટથી લઈને કેન્સર સુધીની બીમારીઓના દવાઓ માટે ફાર્મસીના વિદ્યાર્થીઓ સંશોધન કરી શકે તે માટે અને લોકોને કઈ રીતના ઉપયોગી બને તે માટે આ ઉધાનની સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે હાલમાં ઉધાનની પરિસ્થિતિ જંગલ જેવી જોવા મળી રહી છે. આ મામલે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજુઆત કરીશું.
આ પણ વાંચો રાજકોટઃ આણંદપરના કોંગી ઉમેદવારની જીત થતાં ઉમેદવાર પર નાણાં ઉડ્યા
વિદ્યાનાધામમાં અવારનવાર નાના મોટા વિવાદોથી ખરડાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે ક્યાંકને ક્યાંક વિવાદોમાં રહેતી હોય તેવો તેનો સ્વભાવ થઈ ગયો છે. યુનિવર્સિટીના સત્તાધીશોએ કોઈ પણ મામલામાં ધ્યાન આપવું નથી અને વિદ્યાના ધામની અંદર દારૂની બોટલોને નશીલા પદાર્થોનું સેવન કરવું આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જ્યારે એમાં દુઃખની બાબત એવી છે કે સત્તાધીશોને આ મામલે કોઈપણ જાતની ચિંતા નથી-- રોહિત રાજપૂત (કોંગ્રેસના પ્રવક્તા અને યુવા નેતા)