સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં લેવાયો નિર્ણય, અધ્યાપકોને બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ નહી - saurashtra professors
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટની બેઠકમાં વર્ગ-1 અને 2ના અધિકારીઓ તથા તમામ ભવનનાં અધ્યક્ષો માટે બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિનો નિર્ણય નામંજૂર કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વર્ગ 1 અને 2ના અધિકારીઓ બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ માટે રાજ્ય સરકારનો 20 વર્ષ જૂનો એટલે કે વર્ષ 1999નો પરિપત્ર લઇ આવ્યા હતાં. જે મુજબ વર્ગ 1 અને 2ના રાજયપાત્રીત અધિકારીઓને બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ આપવામાં આવે છે. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિથી લઇને એક પણ અધિકારી રાજ્યપાત્રીત એટલે કે ગેજેટેડ ઓફિસર નથી. જેથી સિન્ડિકેટની બેઠકમાં બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ માટેની વર્ગ 1 અને 2 ના અધિકારીઓની દરખાસ્ત નામંજુર કરવામાં આવી હતી.