ગુજરાત

gujarat

ETV Bharat / state

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આવ્યું વિવાદમાં, પૂર્વ ક્રિકેટર દ્વારા કરવામાં આવ્યા ગંભીર આક્ષેપો - Cricket Association

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન SCA ફરી વિવાદમાં આવ્યું છે. પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડ દ્વારા SCA અને BCCIમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં SCAમાં પદનું દુષણ, તેમજ SCAના હોદ્દેદારોની માલિકીની હોટેલમાં જ ક્રિકેટ ટીમને ઉતારો આપવામાં આવે છે. તેમજ હોટેલોમાં ઉંચા ભાવના બિલ બનાવીને તગડી રકમ પાડવામાં આવે છે. આ પ્રકારના ગંભીર આક્ષેપ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ થતા હાહાકાર મચી જવા પામી છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આવ્યું વિવાદમાં, પૂર્વ ક્રિકેટર દ્વારા કરવામાં આવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આવ્યું વિવાદમાં, પૂર્વ ક્રિકેટર દ્વારા કરવામાં આવ્યા ગંભીર આક્ષેપો

By

Published : Dec 23, 2020, 1:30 PM IST

Updated : Dec 23, 2020, 2:01 PM IST

  • સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન SCA ફરી વિવાદમાં
  • પૂર્વ ક્રિકેટર દ્વારા કરવામાં આવ્યા ગંભીર આક્ષેપો
  • SCA વિરુદ્ધ આક્ષેપોને હિંમાંશુ શાહ દ્વારા નકારવામાં આવ્યા

રાજકોટઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન SCA ફરી વિવાદમાં આવ્યું છે. પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડ દ્વારા SCA અને BCCIમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં SCAમાં પદનું દુષણ, તેમજ SCAના હોદ્દેદારોની માલિકીની હોટેલમાં જ ક્રિકેટ ટીમને ઉતારો આપવામાં આવે છે. તેમજ હોટેલોમાં ઉંચા ભાવના બિલ બનાવીને તગડી રકમ પાડવામાં આવે છે. આ પ્રકારના ગંભીર આક્ષેપ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ થતા હાહાકાર મચી જવા પામી છે.

પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડ દ્વારા SCA અને BCCIમાં ફરિયાદ કરવામાં આવી
પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડ દ્વારા SCA અને BCCIમાં ફરિયાદ કરવામાં આવી
ક્રિકેટ ટીમને હોદ્દેદારોની જ હોટેલમાં આવે છે રાખવામાં
પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડ દ્વારા SCA પર આક્ષેપ કર્યો છે કે, BCCI દ્વારા અલગ અલગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ક્રિકેટ ટિમ જ્યારે રાજકોટ આવે ત્યારે SCAના હોદ્દેદારોની લાગતા વડગતાની જ હોટેલમાં ઉતારો આપવામાં આવે છે. તેમજ આ માટેનું મસમોટું બિલ બનાવવામાં આવે છે, તે પાસ પણ થઈ જાય છે. જે અંગેની ફરિયાદ BCCI અને SCAમાં પણ કરવામાં આવી છે.
પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડ દ્વારા SCA અને BCCIમાં ફરિયાદ કરવામાં આવી
SCAનું સંચાલન કરાય છે પૂર્વ બોસના પુત્ર દ્વારા
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું સંચાલન પૂર્વ બોસના પુત્રો દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. હાલના પ્રમુખ જયદેવ શાહ પૂર્વ પ્રમુખ નિરંજન શાહના પુત્ર છે જ્યારે ટ્રેઝરર તરીકે પૂર્વ ખજાનચી નીતિન રાયચુરાના પુત્ર શ્યામ રાયચુરા છે.આ અંગે અગાઉ પણ હાઈકોર્ટમાં નોટિસ ઇસ્યુ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે.
પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડ દ્વારા SCA અને BCCIમાં ફરિયાદ કરવામાં આવી
અમને BCCI લેખિત ફરિયાદ મળશે તો ખુલાસો કરશું- SCA
સમગ્ર મામલે હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહે જણાવ્યું હતું કે, અમને આ અંગે કોઈ ફરિયાદ મળી નથી અને મેઈલ પણ મળ્યો નથી. જો આ અંગેની ફરિયાદ અથવા ખુલાસો કરવાનું કહેવામાં આવશે તો અમે ચોક્કસ સમગ્ર મામલે ખુલાસો કરશું. SCA વિરુદ્ધ જે આક્ષેપોને હિંમાંશુ શાહ દ્વારા નકારવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આવ્યું વિવાદમાં, પૂર્વ ક્રિકેટર દ્વારા કરવામાં આવ્યા ગંભીર આક્ષેપો
Last Updated : Dec 23, 2020, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details