રાજકોટઃ સૌરાષ્ટ્રના મોટા ભાગના દિગ્ગજ લોક સાહિત્યકારો રાજકોટ ખાતે એકઠા થયા હતા અને સૌરાષ્ટ્ર આર્ટિસ્ટ એસોસિએશન બનાવવાની જાહેરાત કરી હતી.
સૌરાષ્ટ્રના દિગ્ગજ લોકસાહિત્ય કલાકારોનું એસોસિએશન બન્યું, આર્ટિસ્ટોના હિત માટે કરશે કામ
સૌરાષ્ટ્રના મોટા ભાગના દિગ્ગજ લોકસાહિત્યકારો રાજકોટ ખાતે એકઠા થયા હતા અને સૌરાષ્ટ્ર આર્ટિસ્ટ એસોસિએશન બનાવવાની જાહેરાત કરી હતી.
સૌરાષ્ટ્રના દિગ્ગજ લોકગાયક એવાં ઓસમાણ મીર, રાજભા ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, હેમંત ચૌહાણ, કીર્તિદાન ગઢવી, સાંઈરામ દવે, દેવાયત ખવડ સહિતના કલાકારો રાજકોટ ખાતે એકઠા થઈને આ એસોસિએશનની જાહેરાત કરી હતી.
જે આગામી દિવસોમાં નાના મોટા આર્ટિસ્ટો, તેમના પરિવારો માટે ભેગા મળીને કામ કરશે. હાલ કોરોનાની મહામારી વચ્ચે મોટાભાગના નાના નાના કલાકારો અને આર્ટિસ્ટો પડી ભાંગ્યા છે. જેને લઈને આ એસોસિએશન દ્વારા આગામી દિવસોમાં આવી કપરી પરિસ્થિતિમા નાના મોટા કલાકારો અને આર્ટિસ્ટોને કોઈના પાસે હાથ ન ફેલાવો પડે તેમજ તેમને આર્થિક સહાય મળી રહે તે માટે કાર્ય કરવામાં આવશે. આજથી વિધિવત એસોસિએશનની જાહેરાત થઈ ગઈ છે. આગામી દિવસોમાં તેનો લોગો પણ જાહેર કરવામાં આવશે અને આ એસોસિએશ નાના મોટા તેમજ નવા કલાકારો અને આર્ટિસ્ટોને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થશે.