ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તેમના લગ્ન રાજકોટના જીમખાનામાં 2008ના વર્ષમાં અમદાવાદમાં રહેતા મેઘરાજસિંહ મનહરસિંહ ચુડાસમા સાથે થયા હતાં. લગ્નબાદ મેઘાવીબાને જાણ થઈ હતી કે, તેમના પતિ ચેઇન સ્મોકર અને ડ્રિન્કર છે. આ અંગે પતિને કહ્યું છતાં તેઓ સમજ્યા નહોતા અને પોતાનો આખો પગાર વ્યસન પાછળ ખર્ચી નાખતા હતા. જ્યારે મેઘાવીબાને ઘર ચલાવવા રૂપિયા માટે ટીચરની પણ નોકરી કરવી પડી હતી.
રાજકોટના રાજવી પરિવારની દીકરીબાને સાસરિયા પક્ષ ત્રાસ આપતો હોવાની નોંધાઈ ફરિયાદ - latest news of rajkot royal family
રાજકોટઃ રાજા સ્વ. પ્રદ્યુમનસિંહ લાખાજીરાજ જાડેજાના પૂત્ર સ્વ. પ્રહલાદસિંહ જાડેજા પુત્રી મેઘાવીબા ચુડાસમા દ્વારા શહેરના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
daughter of Rajkot royal family,
મેઘાવીબાને લગ્ન દરમિયાન એક પુત્રી પણ થઈ હતી પરંતુ તેમના પતિ હજુ સુધી ન સુધરતા તેમને અંગે પોતાના માવતરને ત્યાં આશરો લીધો હતો. લગ્ન દરમિયાન મેઘાવીબાના પિતાએ આપેલ એન્ટીક વસ્તુઓને તેમના સાસરિયા પક્ષ દ્વારા હજુ સુધી આપવામાં આવી નથી અને કહેવામાં આવ્યું છે કે, ભરણપોષણના કેસ કર્યા વગર જો તેઓ પતિથી છૂટાછેડા લે તો જ તેમની વસ્તુઓ પાછી આપશે. હાલ આ અંગે રાજવી પરિવારની પુત્રી દ્વારા તેમના સાસરીયા સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી.
Last Updated : Oct 20, 2019, 3:12 AM IST