રાજકોટઃ કોટડાસાંગાણીના દેતડીયા ગામના સરપંચ વિજય વાળા અને જસદણમાં રહેતા તેમના કૌટુંબિક ભાઈ ભરતભાઈ વાળા વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોતી જમીન અંગે વિવાદ ચાલતો હતો.
જમીનના ઝઘડામાં દેતડીયા ગામના સરપંચ દ્વારા કૌટુંબિક ભાઈની ગોળી મારી હત્યા - SARPANCH OF DETADIYA KILLED HIS BROTHER DUE TO LAND DISPUTE
કોટડાસાંગાણીના દેતડીયા ગામના સરપંચે જમીનના ઝઘડામાં પોતાના જ કૌટુંબિક ભાઈને જ ગોળીઓ ધરબી દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી છે.
હત્યા
જમીનનાં આ ઝઘડાના કારણે આજે ઈશ્વરિયા-સાણથલી માર્ગ પર ખુની ખેલ ખેલાયો હતો. સરપંચ વિજય વાળાએ તેમના કૌટુંબિક ભાઈ ભરતભાઈ વાળાને ઉપરા-છાપરી ત્રણ ગોળીઓ મારી નિર્મમ હત્યા નિપજાવી હતી. ઘટના બાદ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. કોટડાસાંગાણી પોલીસ ઉપરાંત LCB, SOG પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે.