રાજકોટ: સ્વામિનારાયણ મંદિર સારંગપુર ખાતે હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે વિવાદિત ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે. જેને લઇને રાજ્યભરના સાધુ સંતો મહંતોમાં આ ચિત્રો મામલે રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ વિવિધ સમાજના લોકો અને હિન્દુ સંગઠનોમાં પણ આ ઘટનાના કારણે રોષમાં છે. એવામાં આ મામલે રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ પોતાનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમને જણાવ્યું હતું કે વિવાદ સર્જાઈ તેવા ફોટા જાહેરમાં અથવા તો વોટસએપમાં પણ ન મુકવા જોઈએ.
Sarangpur Hanuman Controversy: 'વિવાદ થાય તેવા ચિત્રો જાહેરમાં ન મુકવા જોઈએ' - કુંવરજી બાવળિયા - ભીંંતચિત્રો મુદ્દે વિવાદ
સાળંગપુરમાં હનુમાનજીને સેવા કરતાં દર્શાવતા ભીંંતચિત્રો મુદ્દે વિવાદ સતત વકરી રહ્યો છે. ત્યારે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ખોટી અશાંતિ ઉભી થાય તેવા પ્રયત્નો ન કરવા જોઈએ. આ વિવાદનો જલ્દીમાં જલ્દી ઉકેલ લાવવો જોઈએ.
Published : Sep 2, 2023, 7:45 PM IST
"આ મામલે મારે આજે સવારે ફોન ઉપર વાત થઈ છે. ત્યારે ત્યાંના સ્થાનિક કક્ષાએ પણ એ વાત સ્વીકારવામાં આવી છે કે આ ખોટો વિવાદ થયો છે. જ્યારે જરૂર પડશે તો અમે ત્યાં પણ જઈશું. જેમને મને કહ્યું છે કે આપણે આ વિવાદનો જલ્દીમાં જલ્દી ઉકેલ લાવવો જોઈએ. મારે સાધુ સંતો સાથે વાત થઈ નથી. કોઈપણના વિશે કોઈ વ્યક્તિના આવા વિવાદ ઊભા થાય તેવા ચિત્રો જાહેરમાં તેમજ whatsapp ઉપર ન મુકવા જોઈએ. જ્યારે આવા વિવાદિત ચિત્રોના કારણે ખોટી અશાંતિ ઉભી થાય તેવા પ્રયત્નો ન કરવા જોઈએ. " - કુંવરજી બાવળીયા, કેબિનેટ પ્રધાન, રાજકોટ
સાધુ સંતો અને મહંતોમાં રોષ: ઉલ્લેખનીય છે કે સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમા નીચે ચિત્રો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્વામીનારાયણ સંતોની હનુમાનજી સેવા કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા બે દિવસથી રાજકોટમાં સાધુ સંતો અને મહંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા આજે રાજકોટ ખાતે હોય ત્યારે તેમને આ સમગ્ર વિવાદ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું.
TAGGED:
ભીંંતચિત્રો મુદ્દે વિવાદ