જેતપુરમાં LCBએ ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરી - Gujarat
રાજકોટઃ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી પોલીસને મળેલી બાતમીના આધારે જેતપુર તાલુકાના પાંચપીપળા ગામેથી એક દેશી બનાવટની પિસ્ટલ તથા 2 મોબાઈલ મળી કુલ 11500ની કિંમતની વસ્તુઓ સાથે આરોપીને ઝડપી પાડયો હતો.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબની સૂચનાના આધારે ગેરકાયદેસરના હથિયાર રાખતા ગુનેગારોને શોધીને પકડી પાડવાના આદેશ મુજબ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પીઆઇ એમ.એન.રાણા સાહેબ તથા પીએસઆઇ એચ.એ.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફને મળેલ બાતમી આધારે જેતપુર તાલુકાના પાંચપીપળા ગામેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.ભરત ઉર્ફે ભુરો ધીરજભાઈ મજેઠીયા (કોળી) ઉ.વ 29 રહે.નાના-ભાદરા તા.જામ-કંડોરણાવાળાને એક દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.5000/- સાથે ઝડપી લઈ જેતપુર તાલુકા પો.સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.