રાજકોટ મનપાની લાલ આંખ, સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણકારો પર દરોડા - રાજકોટ
રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. રાજકોટના અલગ અલગ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતાં અસામીઓને ત્યાં મનપાની સોલિડ વેસ્ટ શાખાની ટીમે દરોડા પાડ્યા હતા. તેમજ 70 હજાર જેટલો દંડ વસુલ્યો હતો.
સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણકર્તા પર દરોડા
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેર વધુમાં વધુ સ્વચ્છ અને સ્માર્ટ બને તે માટે મનપા દ્વારા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજકોટ મનપાનાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારમાં પ્રતિબંધિત પાન માવાનું પ્લાસ્ટિક ચેકીંગ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.