આગામી દિવસોમાં શાળાઓનું નવું સત્ર શરૂ થવાનું છે, ત્યારે એક તરફ ખાનગી શાળાઓ દ્વારા ફીના નામે ખુલ્લી લૂંટ ચલાવાઈ રહી છે. બીજી તરફ રાજકોટની નામાંકિત શાળાઓએ તંત્ર દ્વારા બાળકોને આપવામાં આવેલા RTI હેઠળ પ્રવેશ આપવાની ના પાડી દીધી છે. રાજકોટની 8 જેટલી લઘુમતી શાળાઓએ એકસાથે બાળકોને પ્રવેશ આપવાની ના પાડતા વાલીઓ મુંજાયા હતા. જેને પગલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે દોડી આવ્યા હતા.
રાજકોટમાં લઘુમતી શાળાઓ દ્વારા RTI હેઠળ પ્રવેશ ન આપતા વાલીઓમાં રોષ - School
રાજકોટ: શહેરમાં નામાંકિત લઘુમતી શાળાઓ દ્વારા બાળકોને RTI હેઠળ પ્રવેશ મળ્યો હોવા છતાં પ્રવેશ આપવાની ના ફરમાવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. આ વાલીઓ બુધવારે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે રજુઆત કરવા માટે દોડી આવ્યા હતા. તેમજ આ પ્રકારની શાળા સામે આક્રમક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
RJT
જો કે આ સમયે શિક્ષણ અધિકારી હાજર ન હોવાથી વાલીઓએ કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી ઈન્ચાર્જ અધિકારીને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.