ગુજરાત

gujarat

ETV Bharat / state

Peanut oil prices in Rajkot : રાજકોટમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો, હવે સ્થિર રહેવાની આશા - સિંગુલમ તેલના ડબ્બાનો ભાવ

સમગ્ર રાજ્યના મોટાભાગના યાર્ડમાં નવી મગફળીની(peanut yard price in rajkot) મબલખ આવક થઈ રહી છતાં સિંગતેલના ભાવમાં(Peanut oil prices in Rajkot) વધારો જોવા મળી રહ્યો છે. હાલ મગફળીના યાર્ડમાં સારા ભાવ મળી રહ્યા છે. જે મુજબ મગફળીના ભાવ રહેશે તે પ્રમાણે જ તેલના ભાવમાં વધ ઘટ જોવા મળશે. તો બીજી તરફ હાલ બજારમાં સિંગતેલની(peanut oil demand in gujarat) માંગ પણ ખૂબ વધી રહી છે.

Peanut oil prices in Rajkot : રાજકોટમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો, હવે સ્થિર રહેવાની આશા
Peanut oil prices in Rajkot : રાજકોટમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો, હવે સ્થિર રહેવાની આશા

By

Published : Dec 8, 2021, 1:54 PM IST

  • રાજકોટમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 20 નો વધારો
  • લાંબા સમયથી સિંગતેલના ભાવ સ્થિર રહે તેવી વેપારીઓની આશા
  • બજારમાં સિંગતેલની માગનો સતત વધારો

રાજકોટઃ હાલ સમગ્ર રાજ્યના મોટાભાગના યાર્ડમાં નવી મગફળીની(peanut yard price in rajkot) મબલખ આવક થઈ છે. તેમ છતાં સિંગતેલના ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં રૂપિયા 20નો વધારો થયો છે. વેપારીઓને આશા છે કે હવે મગફળી અને સિંગતેલના ભાવ(Peanut oil prices in Rajkot) સ્થિર રહી શકે છે. તો એક તરફ પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ સહિતના ભાવમાં પણ સત્તત વધારો થઈ રહ્યો છે. તેવામાં ખાદ્યતેલના ભાવમાં(edible oil price in gujarat) પણ વધારો થતાં મહિલાઓનું બજેટ ખોરવાયું છે. હાલ સિંગતેલના 15 કિલોગ્રામના ડબ્બે(price of a can of cingulum oil) રૂપિયા 2300થી 2350 સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે કપાસિયા તેલનો ભાવ રૂપિયા 2100થી 2150 વચ્ચે જોવા મળી રહ્યો છે.

મગફળી જે ભાવે વેચાય તે મુજબ સિંગતેલના ભાવ રહેશે

રાજ્યના મોટાભાગના યાર્ડમાં નવી મગફળીની મબલખ આવક નોંધાઇ રહી છે. સરકાર દ્વારા પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં છે એટલે કે કાચો માલ હોવા છતાં પણ સિંગતેલના ભાવ વધ્યા છે. તે અંગે તેલની એજન્સી ધરાવતા ભાવેશ પોપટે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ મગફળીના યાર્ડમાં(rajkot market yard apmc) સારા ભાવ મળી રહ્યા છે. જે મુજબ મગફળીના ભાવ રહેશે તે પ્રમાણે જ તેલના ભાવમાં વધ ઘટ જોવા મળશે. જ્યારે ખેડૂતોને પણ મગફળીના(rajkot market yard peanut rate) સારા ભાવ મળી રહ્યા છે ત્યારે તેલના ભાવ પણ વધ્યા છે.

બજારમાં સિંગતેલની માંગમાં વધારો

હાલ બજારમાં સિંગતેલની માંગ(peanut oil demand in gujarat) ખૂબ જ વધી છે અને બીજી તરફ નવી મગફળી હજુ સુધી પીલાણમાં આવી નથી. એવામાં માંગને કારણે બજારમાં સિંગતેલનો ભાવ વધ્યો છે. જો કે હવે આગામી દિવસોમાં નવી મગફળી પીલાણમાં આવશે તો મગફળીના તેલના ભાવમાં વધ ઘટ જોવા મળી શકે છે. હાલ લગ્નપ્રસંગ સહિતના તહેવારો આગામી દિવસોમા આવી રહ્યા છે એવામાં સિંગતેલની માંગ પણ ખૂબ જ વધી રહી છે. જ્યારે બે મહિના અગાઉ સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ લગોલગ(rajkot peanut oil price) ચાલી રહ્યા હતા.

આ પણ વાંચોઃ Unseasonal Rains in Bhavnagar: માર્કેટિંગ યાર્ડે સૂચના આપી છતાં ખેડૂતો મગફળી લઈ આવ્યા, 25,000 ગુણો પલળી ગઈ

આ પણ વાંચોઃ Groundnut MSP : સરકારે 98,148 ખેડૂતોએ SMS કર્યા, ફક્ત 8939 ખેડૂતોએ મગફળી વેચી

ABOUT THE AUTHOR

...view details