રાજકોટઃ મહાનગરપાલિકાના ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યાં હતા. જેમાં રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા બીગ બાઝારમાંથી મોટા પ્રમાણમાં બગડેલા અને સડેલા શાકભાજી મળી આવ્યા હતા. અંદાજીત 26 કિલોગ્રામ જેટલા શાકભાજીનો કોર્પેરેશનની ટીમ દ્વારા ઘટનાં સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો.
રાજકોટના બીગ બાઝાર મોલમાંથી મળી આવ્યા સડેલા શાકભાજી
રાજકોટના બીગ બાઝાર મોલમાંથી સડેલા શાકભાજી મળી આવ્યા છે. આ બાબતે બીગ બાઝાર સંચાલકને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. બીજી તરફ બીગ બાઝાર મોલનાં કમ્પાઉન્ડમાં આવેલી બાલાજી સેન્ડવીચ શોપમાં પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અંદાજીત 64 કિલો બિન આરોગ્યપ્રદ જથ્થાનો આરોગ્ય વિભાગ દ્વારા ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો.
રાજકોટના બીગ બાઝાર મોલમાંથી મળી આવ્યા સડેલા શાકભાજી
જ્યારે બીગ બાઝાર સંચાલકને આ મામલે નોટિસ પણ ફટકારવામાં આવી હતી. બીજી તરફ બીગ બાઝાર મોલના કમ્પાઉન્ડમાં આવેલી બાલાજી સેન્ડવીચ શોપમાં પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અંદાજીત 64 કિલો બિન આરોગ્યપ્રદ જથ્થાનો આરોગ્ય વિભાગ દ્વારા ઘટનાં સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો.
Last Updated : Mar 2, 2020, 6:26 PM IST