ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના યાજ્ઞિક રોડ પર ચોરીનો બનાવ, મકાનમાંથી રૂપિયા 10 લાખ રોકડા અને 29 તોલા સોનાની ચોરી

રાજકોટના યાજ્ઞિક રોડ પરના રામકૃષ્ણ નગરમાં આવેલા જીતુભાઇ પરસાણાના મકાનમાંથી રૂપિયા 10 લાખ રોકડા અને 29 તોલા સોનાની ચોરીનો બનાવ બનતા ચકચાર મચી ગઇ છે. આ મામલે CCTV ફૂટેજને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના યાજ્ઞિક રોડ પર ચોરીનો બનાવ, મકાન તોડી રૂ.10 લાખ રોકડા અને 29 તોલા સોનાની ચોરી
રાજકોટના યાજ્ઞિક રોડ પર ચોરીનો બનાવ, મકાન તોડી રૂ.10 લાખ રોકડા અને 29 તોલા સોનાની ચોરી

By

Published : Nov 19, 2020, 4:03 PM IST

  • યાજ્ઞિક રોડના રામકૃષ્ણ નગરની ઘટના
  • મકાનમાંથી રૂપિયા 10 લાખ રોકડા અને 29 તોલા સોનાની ચોરી
  • મકાનમાલિક અમદાવાદ ગયા હતા ત્યારે બની ચોરીની ઘટના
    રાજકોટના યાજ્ઞિક રોડ પર ચોરીનો બનાવ

રાજકોટ: રાજકોટમાં લાભ પાંચમના દિવસે જ તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી છે. શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા રામકૃષ્ણનગરની શેરી નંબર-13 માં રહેતા જીતુભાઈ પરસાણા નામના વ્યક્તિના મકાનમાં ચોરી કરવા આવેલા લૂંટારૂઓએ આલિશાન બંગલાના તાળા તોડયા અને ઘરના તમામ કબાટ તેમજ કિંમતી ચીજ-વસ્તુઓ વેરવિખેર કરી રૂ. 10 લાખની રોકડ રકમ સહિત 29 તોલા સોનાની ચોરી કરી છે. ઘટનાને પગલે આસપાસના રહીશોમાં પણ ફફડાટ ફેલાયો છે.

યાજ્ઞિક રોડ પર ચોરીનો બનાવ

CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી.

રામકૃષ્ણ નગરમાં રહેતા જીતુભાઈ પરસાણા દિવાળાના તહેવારોમાં 17 તારીખે સાંજે ઘરને તાળા મારીને અમદાવાદ ગયા હતા. ગત મોડી રાત્રે તેઓ પરત આવ્યા ત્યારે તેમને ચોરી થઈ હોવાની જાણ થતાં જ તેમણે રાજકોટ પોલીસને ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચીને CCTVના આધારે તપાસ હાથ ધરી છે.

રાજકોટના યાજ્ઞિક રોડ પર ચોરીનો બનાવ

ABOUT THE AUTHOR

...view details