ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મી પાસેથી લૂંટ ચલાવી લૂંટારુંઓ ફરાર

રાજકોટઃ રાજકોટના ઢેબર રોડ પર આવેલા જૂના બસ સ્ટેન્ડ નજીક આંગડિયા પેઢીના કર્મચારીને ખૂબ જ સહેલાઈથી લૂંટવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારીને રોકીને થેલામાં શું છે? એમ કહી થેલો આચકીને ફરાર થયા હતા. હાલ સમગ્ર ઘટનાનો CCTV વિડીયો પણ સામે આવ્યા છે. જેને લઈ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

robbery in rajkot

By

Published : Jul 29, 2019, 7:51 PM IST

રાજકોટમાં ધોળા દિવસે જૂના બસ સ્ટેન્ડ રોડ પર લાખો રૂપિયાની લૂંટનો બનાવ સામે આવ્યો છે. રમેશ કાંતિલાલની પેઢીના આંગડિયા કર્મી પાસે રહેલા 17 લાખ રૂપિયા લૂંટી લેવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આંગડિયા પેઢીના કર્મીના જણાવ્યા પ્રમાણે બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ આંગડિયા પેઢીનો કર્મી બસમાંથી ઉતરી સોની બજાર તરફ જતો હતો. તે સમયે બાઈક પર આવેલા બે શખ્સો દ્વારા પોલીસ હોવાની ઓળખ આપી હતી. જે બાદ તેના થેલામા કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ, તેમ કહી થેલો ચેક કરવા માગ્યો હતો. જે બાદ આંગડિયા પેઢીના કર્મીએ થેલો આપ્યો હતો, પરંતુ લૂંટારૂઓ આ થેલાની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ આંગડિયા પેઢીના કર્મીને રીક્ષામા બેસાડી લૂંટારૂઓ બાઈકમાં ફરાર થયા હતા.

આંગડિયા પેઢીના કર્મી પાસેથી લૂંટ ચલાવી લૂંટારુંઓ ફરાર

જો કે પોલીસ સુત્રોની વાત માનીએ તો, આ સમગ્ર બનાવમાં ખુદ ભોગ બનનાર જ આરોપી નીકળે તો નવાઈ નહીં.

ABOUT THE AUTHOR

...view details