Road Protest: રાજકોટના પાળ ગામના સ્થાનિકોએ રોડ રસ્તા પુલ મામલે નોંધાવ્યો વિરોધ રાજકોટ:રાજકોટની ભાગોળે આવેલા પાળ ગામના ગ્રામજનો દ્વારા ગામ નજીક આવેલા પુલ પર રસ્તો રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોની માગ છે કે, છેલ્લા ઘણા વર્ષોથી અમે આ બેઠા પુલ ખાતે ઓવરબ્રિજ બનાવવાની માંગણી કરી રહ્યા છીએ. તેમજ વિસ્તારમાં રસ્તા પહોળા કરવાની પણ માંગણી કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઇને આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાજકોટના પાળ ગામના સ્થાનિકોએ રોડ રસ્તા પુલ મામલે નોંધાવ્યો વિરોધ આ પણ વાંચો Rajkot News : લગ્નમાં દારૂ પીતા પીતા લગાવ્યા ઠુમકા, વીડિયો વાયરલ થતાં પોલીસે કરી ધરપકડ
રસ્તા પર મોટા મોટા ખાડા:આ રસ્તો 50 ગામને જોડતો રસ્તો છે અને સ્ટેટ હાઇવે છે. જ્યારે વર્ષોથી આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી. રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે. જેમાં સ્કૂટર પણ ચાલે એવી સ્થિતિ નથી. આ અંગે અમે સરકારને વારંવાર રજૂઆત કરી છે. પરંતુ સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેન્ડરની પ્રક્રિયા થઈ ગઈ છે. આનું કામ એક બે દિવસમાં શરૂ થશે. પરંતુ હજુ કામ શરૂ થયું નથી. જ્યારે બીજી રજૂઆત અમારી એવી છે કે આ ગામમાં જે પુલ આવેલો છે. ત્યાં ચોમાસા દરમિયાન પુલ ઉપરથી મોટા પ્રમાણમાં પાણી જાય છે. એક પણ વાહન પસાર થઈ શકતા નથી. જ્યારે આ પુલને મોટો કરવામાં આવે તેવી અમારી રજૂઆત છે--જયેશ સોરઠીયા (રાવડી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ)
રાજકોટના પાળ ગામના સ્થાનિકોએ રોડ રસ્તા પુલ મામલે નોંધાવ્યો વિરોધ આ પણ વાંચો Rajkot News: રાજકોટમાં 30 મકાનોને કપાત અંગેની નોટિસ, સ્થાનિકો રજુઆત માટે દોડી આવ્યા
ચોમાસામાં ચાલવું ખૂબ જ મુશ્કેલ:રાવકી ગામના કુલદીપ સિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે અમારા ગામમાં જે બેઠો ફુલ છે. ત્યારે આ પુલ ઉપર લોધિકાથી રાવકી અને આસપાસના 50 ગામોમાં પસાર થવાય છે. પરંતુ ચોમાસા દરમિયાન આ પુલ ઉપરથી ચાલી શકાતું નથી. જેને લઇને આ પુલને મોટો કરવામાં આવે. આ સાથે જ અમારા વિસ્તારમાં જે રોડ રસ્તા છે. તેને ડબલ પટ્ટી કરવામાં આવે તેવી અમારી ઉગ્ર માંગ છે. સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે વારંવાર રજૂઆત કરવા છતાં ગ્રામજનોની વાત તંત્ર દ્વારા સાંભળવામાં આવતી નથી. જેના કારણે આજે ગ્રામજનો એ રસ્તા રોકો આંદોલન કર્યું હતું.-- કુલદીપ સિંહ જાડેજા ( રાવકી ગામના રહેવાસી)
રાજકોટના પાળ ગામના સ્થાનિકોએ રોડ રસ્તા પુલ મામલે નોંધાવ્યો વિરોધ