ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં એકસાથે 5 વાહનોનો અકસ્માત થતાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનોમાં તોડફોડ કરનાર 1ની અટકાયત

રાજકોટમાં મોરબી રોડ પર એકસાથે 5 વાહનોનો અકસ્માત થયો (Road Accident in Morbi road area Rajkot) હતો. તે દરમિયાન સ્કૂલ બસ પર સવાર વિદ્યાર્થીઓએ અકસ્માત બાદ નીચે ઉતરીને વાહનોમાં (Rajkot Collegian students hits vehicles) તોડફોડ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ (Social Media viral video ) થયો હતો.

રાજકોટમાં એકસાથે 5 વાહનોનો અકસ્માત થતાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનોમાં તોડફોડ કરનાર 1ની અટકાયત
રાજકોટમાં એકસાથે 5 વાહનોનો અકસ્માત થતાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનોમાં તોડફોડ કરનાર 1ની અટકાયત

By

Published : Dec 14, 2022, 1:58 PM IST

વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો

રાજકોટ શહેરના મોરબી રોડ (Morbi road area Rajkot) ઉપર આવેલા (Road Accident in Morbi road area Rajkot) બેડી યાર્ડ નજીક એકસાથે 5 જેટલા વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અહીં 2 સ્કૂલ બસ, એક ST બસ અને 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો (Rajkot Collegian students hits vehicles) હતો. તે દરમિયાન સ્કૂલ બસ સવાર વિદ્યાર્થીઓએ અકસ્માત બાદ (Accident in Rajkot) નીચે ઉતરીને રસ્તા પર પડેલા 4થી 5 જેટલા વાહનોમાં તોડફોડ કરી હતી. તો રાજકોટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ (Social Media viral video) થયો હતો.

5 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માતબેડી યાર્ડ નજીક પાંચ વાહનો વચ્ચે અકસ્માત થયો (Road Accident in Morbi road area Rajkot) હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાની થઈ નહતી, પરંતુ આ બસ અકસ્માત બાદ સ્કૂલ બસમાં સવાર વિદ્યાર્થીઓ વિફર્યા હતા અને એકાએક સ્કૂલ બસમાંથી ઉતરીને રસ્તા પર (Rajkot Collegian students hits vehicles) પડેલા વાહનોમાં અચાનક તોડફોડ કરવા લાગ્યા હતા. આના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, વિદ્યાર્થીઓ દ્વારા વાહનોમાં તોડફોડની ઘટના સામે આવતા ચકચાર મચી હતી.

મારવાડી કૉલેજની હતી સ્કૂલ બસપ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, અકસ્માત સ્થળે જે સ્કૂલ બસ હતી. તે મારવાડી કૉલેજની (marwadi college rajkot) હતી. તેમ જ આ કોલેજના વિદ્યાર્થીઓએ મોરબી રોડ ઉપર વાહનોમાં કાચ તોડ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક કુવાડવા પોલીસ ઘટનાસ્થળે (Kuvadva Road Police Station) પહોંચી હતી. તેમ જ સમગ્ર મામલો હાથમાં લીધો હતો. જ્યારે અકસ્માતને પગલે થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિકજામ પણ (Traffic Jam in Rajkot) સર્જાયો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

વિદ્યાર્થીની અટકાયત આ અંગે કુવાવડા પોલીસ સ્ટેશનના (Kuvadva Road Police Station) PI ભાર્ગવ જનકાંતે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં વાહનોના કાચ ફોડનાર વિદ્યાર્થી અભિજિતસિંહ ગોહિલની અટકાયત કરવામાં આવી છે. તેમ જ 5 જેટલા વાહનોના અકસ્માત મામલે તપાસ શરૂ છે.

ABOUT THE AUTHOR

...view details