ઉલ્લેખનીય છે કે, કોટડાસાંગાણી-ગોંડલ માર્ગને 18કરોડના ખર્ચે પહોળાઈ વધારીનવીનીકરણ કરવાની સરકારે જાહેરાત કરી છે. પરંતુ હાલઆ માર્ગ પર ઠેર-ઠેર પુલની તુટેલી દિવાલ અને રોડ પર ગાબડા હોવાથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. તંત્ર આ સમગ્ર મામલે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.
ગોંડલ-કોટડાસાંગાણી રોડ બન્યો ગોઝારો, 15 દિવસમાં ત્રણ એક્સિડન્ટ - gujaratinews
રાજકોટઃ જિલ્લાના કોટડાસાંગાણી-ગોંડલ માર્ગ પર તુટેલા પુલ પરથી ઈકો કાર નીચે ખાબકતા ચાલકને ઈજા થઈ હતી. આ માર્ગ ખરાબ અને પુરતી પહોળાઈ ન હોવાથી અવારનવાર અકસ્માતની ઘટનાઓમાં વાહન ચાલકોની જીંદગી મોતના મુખમા ધકેલાતી રહે છે. ત્યારે આ માર્ગ બિસ્માર અને તુટેલો હોવાથી અવારનવાર અકસ્માતની ઘટના સામે આવે છે.
સ્પોટ ફોટો
ગત ડિસેમ્બર માસમાંકોટડાસાંગાણી-ગોંડલને જોડતા માર્ગ પર ખરેડા નજીકમાં જપંદર દિવસમા ત્રણ કારરોડ પરથીનીચે ઉતરી જવાનીઘટના સામે આવી હતી. જેમા પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ રોડ પર પાંચ મહિનાના સમયગાળામા ત્રણ વાહન ચાલકોના મોત થયા હતા.
આ રોડ પર અકસ્માત સર્જાતા હોવાથી વાહન ચાલકોને આ રોડ પરથી પસાર થતા પણ ડર લાગી રહ્યો છે. લોકો આ માર્ગને ગોઝારો માર્ગ તરીકે પણ ઓળખવા લાગ્યા છે. ત્યારે તંત્રતાકિદે રોડ અને તુટેલા પુલની પારીઓ રીપેરીંગ કરેતે જરૂરી બન્યું છે.