રંગીલા રાજકોટમાં ITI પાસ કરેલ યુવાનો માટે મનપામાં વિવિધ 23 જેટલી જગ્યાઓ માટે 825 જેટલા યુવાનોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં કોમ્પ્યુટર ઓપરેટર, વાયરમેન, ઇલેક્ટ્રોનિક સહિતના ટેક્નિશિયનો જેઓએ ITIમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેઓ આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકશે.
રાજકોટ મહાનગરપાલિકા 825 એપ્રેન્ટિસની કરશે ભરતી - ITI
રાજકોટઃ મહાનગરપાલિકામાં વિવિધ જગ્યા માટે 825 જેટલા એપ્રેન્ટિસની ભરતી કરવામાં આવશે. જેમાં પસંદગી પામેલ યુવાનોને સરકારના ધારાધોરણ મુજબનું સ્ટાઇપેન્ડ પણ ચુકવવામાં આવશે. મુખ્યત્વે ITI પાસ કરનાર યુવાનો માટે જ આ ભરતી યોજાશે ત્યારે મનપાની વેબસાઈટમાં આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે.
RMC દ્વારા 825 એપ્રેન્ટિસની કરાશે ભરતી
જેમને મનપા સરકારના ધારાધોરણ મુજબ સ્ટાઇપેન્ડ પણ ચૂકવામાં આવશે. મનપામાં મોટાપ્રમાણમાં યુવકોની ભરતી યોજાશે ત્યારે કોઈ ગેરરીતિ સામે ન આવે તે માટે તંત્ર દ્વારા પણ તેકીદારી રાખવામાં આવશે