- બાળકોના આત્મહત્યાનો દર વધવાથી ચિંતા
- જાણો બાળકો આત્મહત્યા કરવા કેમ મજબૂર
- બાળકને યોગ્ય દિશામાં વાળવાની જવાબદારી માતા-પિતાની
રાજકોટઃતાજેતરમાં જ બાળકોના આત્મહત્યાના કિસ્સાઓ વધવા લાગ્યા છે. જેણે દુનિયા જ નથી જોઈએ ફૂલ ઉગ્યા પહેલા કરમાવવાનું પસંદ કરે છે. જે સમાજના દરેક નાગરિક માટે ચિંતાનો વિષય બની ગયો છે. બાળકોની આત્મહત્યા કરવા પાછળના કારણો (Reason Behind Child Suicide) અને તેને કઈ રીતે ઓછું કરી શકાય એ બાબત વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના ડો.ધારા આર.દોશી (Psychology Bhavan Dr. Dhara R. Doshi) ) અને ડો.યોગેશ જોગસણ (Dr. Yogesh Jogsan) દ્વારા તેનું વિશ્લેષણ કરવામાં આવ્યુ છે.
બાળકોને પણ માનસિક રોગ હોઈ શકે
મનોરોગ માત્ર વયસ્કોમાં જ હોય એ જરૂરી નથી. બાળકો પણ ઘણી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. જો યોગ્ય સમયે બાળકોનો વ્યવસ્થિત ઉપચાર કરવામાં ન આવે તો તેની બાળક પર ખૂબ નિષેધક અસર પડી શકે છે. આજે આત્મહત્યાના કિસ્સાઓ વધવાના કારણે સમાજમાં મનોરોગ વિશેના જ્ઞાનની ખુબ જરૂર (need for knowledge about psychiatry) છે.
જાણો બાળકો આત્મહત્યા કરવા કેમ મજબૂર
- માતા પિતાની વધુ પડતી અપેક્ષા
- સમાજનો બોજ
- પરિપક્વતાનો અભાવ
- અપૂરતી માહિતી અને ખોટું શિક્ષણ
- શરત લગાવવામાં હારી જતા અહમને ઠેસ પોંહચે
- રમત રમતમાં આત્મહત્યા
- જિદ્દી અને આક્રમકતા
- ટીવી સિરિયલોની અસર
- અનુકરણ
- ગુનાઓ દર્શાવતી સિરિયલોમાંથી જોઈને શીખવું
- નક્કી કરેલ બાબતો પૂર્ણ ન થતા આત્મહત્યા સુજવી
જાણો બાળકો આત્મહત્યા પાછળના સંશોધન વિશે
આધુનિક અભ્યાસો જણાવે છે કે, ઉદાસીનતા, લાગણીયુક્ત સંબધો ઘવાવા, સંબંધોની સમસ્યા, નિષફળતા, ધ્યેય ન પ્રાપ્ત થાય, પ્રેમમાં અસફળતા જેવા આત્મહત્યાના કારણો બનવાની પૂરી સંભાવના છે.ખાસ વાત તો એ કે બાળક એ બાબત જે તેનાથી સહન થતી નથી તેને દૂર કરવા અને તેનાથી બચવા માટે અને જે અસહ્ય દર્દ છે તેનાથી છૂટવા માટે આ રસ્તો અંતે સ્વીકારે છે.
બાળકને યોગ્ય દિશામાં વાળવાની જવાબદારી માતા-પિતાની
- જો યોગ્ય સમયે બાળકને યોગ્ય દિશામાં નહિ વાળવામાં આવે તો એ દિવસ દૂર નથી કે સમાજ નિષેધક દિશા તરફ પ્રગતિ કરશે. બાળકોમાં આત્મહત્યાનું પ્રમાણ ઘટાડવા માટે જાણો ક્યાં પગલા લેવા જોઇએ.
- બાળક સાથે ખુલ્લીને વાત કરો
- તેને અહેસાસ કરાવડાવો કે તમે તેને સમજી શકો છો
- તમારી અપેક્ષાનો બોજ બાળક પર ન નાંખો
- નિષેધક ટીવી ચેનલો અને કાર્યક્રમોથી બાળકને દૂર રાખો
- રિલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચેનો ભેદભાવ સમજાવો
- દરેક સમસ્યાનો રસ્તો છે તે વર્તન દ્વારા સમજાવો
- બાળકના વર્તનમાં આવેલ પરિવર્તનની નોંધ કરો
- બાળકનેઉંડાણ પૂર્વક સમજો
- તેને વારંવાર કોઈ ભૂલનો અહેસાસ ન કરાવાનું ટાળો
- બાળકને સાયબર બુલિંગનો ભોગ બનતા અટકાવો
- દરેક શાળામાં એક મનોવૈજ્ઞાનિક હોય તેવી વ્યવસ્થા કરાવવી