માળીયા હાટીના તાલુકાના ગડુ ગામના લોહાણા સમાજના અભિષેકભાઈ લાખાણી પોતાના પરિવાર તેમજ મિત્રો સાથે વીરપુર જલારામબાપાની માનતા ઉતારવા માટે વીરપુર ગયા હતા. દર્શન કરી તેઓએ વીરપુર રેલવે સ્ટેશન જવા કિશોરભાઈ ડાભીની રીક્ષા ભાડે કરી હતી. જેમા પોતાનાં માલ-સમાનના બેગ-થેલાઓ સાથે લાખાણી પરિવાર રેલવે સ્ટેશન ગયાં હતા. રેલવે સ્ટેશન પહોંચી ગયા બાદ તેમને યાદ આવ્યું કે તેમનું એક બેગ રિક્ષામાં ભુલાઈ ગયું, જેમાં મહત્વની વસ્તુઓ હતી.
જલારામધામ વીરપુરમાં રીક્ષા ચાલકની પ્રામાણિકતા જોવા મળી
રાજકોટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામધામમાં રીક્ષા ચાલકની પ્રામાણિકતાનું ઉતમ ઉદાહરણ જોવા મળ્યું છે. રિક્ષા ચલાવનાર કિશોરભાઈ ડાભીએ પોતાની રિક્ષામાં બેગ ભૂલી ગયેલા યાત્રાળુને તેમનું બેગ પરત સોપ્યું હતું.
સ્પોટ ફોટો
પરંતુ રિક્ષા ચલાવનાર કિશોર ભાઈએ તેમના સાથીદાર રિક્ષાવાળાને આ વાત કહી તેમના દ્વારા અભિષેકભાઈનો સંપર્ક કરી તેમની બેગ સહી સલામત તેમને પહોંચાડી હતી.