રાજકોટ: નિવૃત્ત આઇપીએસ અધિકારી અને ગુજરાત પોલીસમાં જાબાજ અધિકારીની છાપ ધરાવતા આર.ડી ઝાલાનું રાજકોટ ખાતે આવેલા તેમના નિવાસ્થાને નિધન થયું છે. છેલ્લા ઘણા દિવસોથી તેઓ બીમાર હતા ત્યારે આજે સાંજના સમયે તેમને 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધો હતો. આર.ડી. ઝાલા ઘોડાના સારા એવા અભ્યાસુ પણ હતા. જ્યારે પણ ગુજરાત સરકારને અશ્વોની ખરીદી કરવી હોય ત્યારે આરડી ઝાલાનું માર્ગદર્શન લેતા હતા.
સારા એવા અભ્યાસુ: એવામાં આરડી ઝાલા સૌપ્રથમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પોલીસ સેવામાં જોડાયા હતા અને છેલ્લે ગોધરામાં આઈપીએસ તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ છેલ્લા 28 વર્ષથી નિવૃત્તિનું જીવન જીવતા હતા અને રાજકોટ તેમજ ભાવનગર ખાતે તેઓ હોર્સ રાઇડિંગ ક્લબ ચલાવતા હતા. ત્યારે આર.ડી ઝાલાના નિધનથી તેમના મિત્રોને પરિવારજનોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. હોર્સ રાઇડિંગ ક્લબ ચલાવતા હતારઘુરાજસિંહ દિલીપસિંહ ઝાલા છેલ્લા 28 વર્ષથી નિવૃત્તિનું જીવન પસાર કરી રહ્યા હતા અને રાજકોટ તેમજ ભાવનગર ખાતે હોર્સ રાઇડિંગ ક્લબ ચલાવતા હતા. તેમને ઘણા બધા યુવાઓને હોર્સ રાઇડિંગની તાલીમ પણ આપી હતી. જ્યારે તેમને અશ્વોના સારા એવા અભ્યાસુ પણ માનવામાં આવતા હતા.
નિવૃત્તિનું જીવન: આર ડી ઝાલાનો જન્મ 1936માં થયો હતો. જ્યારે તેઓ વર્ષ 1958માં મહારાષ્ટ્રમાં પોલીસ સેવામાં જોડાયા હતા. ત્યારબાદ પહેલી મે 1960 ગુજરાત રાજ્યની સ્થાપના થતા તેઓ ગુજરાત પોલીસમાં નિમણૂક પામ્યા હતા. તેમને પોતાની કારકિર્દીની શરૂઆત પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી કરી હતી, ત્યારબાદ તેઓ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક પામ્યા હતા, અને ત્યારબાદ તેઓ ડીવાયએસપી અને છેલ્લે એસ.પી એટલે કે આઇપીએસસી બનીને નિવૃત્ત થયા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ રાજકોટના નીલ સીટી ક્લબ ખાતે નિવૃત્તિનું જીવન પસાર કરી રહ્યા હતા અને બીમાર હતા.
સહાય પણ તેમની કરી હતી મુલાકાત: આર.ડી ઝાલા જ્યારે ગોધરા ખાતે SP હતા તે દરમિયાન હાલના DGP વિકાસ સહાય તે સમયે પ્રોબેશનલ પિરિયડ ઉપર આઇપીએસ તરીકે ગોધરા ખાતે નિમણૂક પામ્યા હતા. જ્યારે તેમના પોલીસે અધિક્ષક તરીકે આર.ડી ઝાલા હતા. ત્યારબાદ આરડી ઝાલા નિવૃત્ત થયા હતા. એવામાં જ્યારે વિકાસ સહાય રાજ્યના ડીજીપી બન્યા બાદ રાજકોટ ખાતે આર.ડી ઝાલાની મુલાકાતે આવ્યા હતા અને પોતાના જુના સ્મરણોને વાગોડિયા હતા. આર.ડી ઝાલાએ પોલીસ કર્મીની ફરજ દરમિયાન ઘણા બધા ગુનાઓના ભેદ પણ ઉકેલ્યા છે. એવામાં તેઓ અશ્વ પ્રત્યે ખૂબ જ પ્રેમ ધરાવતા હતા અને તેમને અશ્વોના ઊંડાણપૂર્વક અભ્યાસુમાનવામાં આવતા હતા. જ્યારે પોલીસમાં પણ તેઓ જાબાજ ઓફિસર તરીકે ઓળખાતા હતા. એવામાં તેમનું અવસાન થતા પોલીસ બેડામાં પણ દુઃખની લાગણી પ્રસરી છે.
- Rajkot Election: રાજકોટમાં 23 વર્ષ બાદ શિક્ષણ સમિતિની ચૂંટણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 8 બેઠકો માટે મતદાન
- Rajkot News : વાવાઝોડાની બલી ટળ્યા બાદ દેરડી ગામની બહેનોએ માથે હેલ લઈને ઠાકરના ગુણગાન ગાયા