ગુજરાત

gujarat

ETV Bharat / state

દિલધડક રેસ્ક્યૂ: રાજકોટ આજી નદીમાં ઘોડો ડૂબતા બચાવાયો , 30 મિનિટ સુધી ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન - Aaji river

રાજકોટ જિલ્લામાં આજી નદીમાં અચાનક ઘોડો ડૂબી જવાની ઘટના સામે આવી હતી. આ જાણ રાજેશ્વર મંદિરના મંહતને થતા તાત્કાલિક ફાયર ટીમને જાણ કરાઇ હતી. ફાયરે ટીમે ઘટના સ્થળે પહોંચી 30 મિનિટ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યુ હતું.

ઘોડો ડૂબતા ફાયર વિભાગની ટીમ દ્વારા 30 મિનિટ સુધી રેસ્ક્યુ કરાયું
ઘોડો ડૂબતા ફાયર વિભાગની ટીમ દ્વારા 30 મિનિટ સુધી રેસ્ક્યુ કરાયું

By

Published : Jun 17, 2021, 1:45 PM IST

Updated : Jun 17, 2021, 4:41 PM IST

  • આજી નદીમાં ઘોડો ડૂબવાની ઘટના સામે આવી
  • ફાયર વિભાગની ટીમે 30 મિનિટ સુધી રેસ્ક્યુ કર્યું
  • નદીમાં ફાયર વિભાગના કર્મચારીને કેમિકલની અસર થઇ

રાજકોટ : જિલ્લાની આજી નદીમાં અચાનક ઘોડો ડૂબી જવાની ઘટના સામે આવી હતી. ઘોડો આજી નદીમાં હોવાની જાણ નજીકમાં આવેલા રાજેશ્વર મંદિરના મહંતને થઇ હતી. તેમના દ્વારા તાત્કાલિક વિસ્તારના આગેવાનોને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

ઘોડો ડૂબતા ફાયર વિભાગની ટીમ દ્વારા 30 મિનિટ સુધી રેસ્ક્યુ કરાયું

30 મિનિટ સુધી ઘોડાનું રેસ્ક્યુ ચાલ્યુ

ઘોડાને નદીમાંથી બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું. જે અંદાજે 30 મિનિટ સુધી ચાલ્યું હતું. ફાયર વિભાગ દ્વારા 30 મિનિટના રેસ્ક્યુ પછી ઘોડાને સહી સલામત રીતે ફરી બહાર કાઢવામાં આવ્યો હતો. પરંતુ આજી નદીમાં ઘોડો ડૂબવાની ઘટના સામે આવતા સૌ કોઇ આશ્ચર્યચકિત થયા હતા.

ઘોડો ડૂબતા ફાયર વિભાગની ટીમ દ્વારા 30 મિનિટ સુધી રેસ્ક્યુ કરાયું

આ પણ વાંચો : અમદાવાદ પાલડી વિસ્તારનામાં આગ, ફ્લેટમાં ફસાયેલા 33 લોકોનું રેસ્ક્યુ

ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી

આજી નદીમાં ઘોડો ડૂબ્યાની વાત સામે આવતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ ઘોડાને હેમખેમ રીતે બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જે અંદાજે 30 મિનિટ કરતાં વધારે સમય ચાલ્યુ હતું. જેમાં ઘોડાને હેમખેમ રીતે આજી નદીના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઘોડાને કોઈ મોટી ઈજા થઇ ન હતી. પરંતુ નદીમાં ઘોડો ડૂબવાની ઘટના સામે આવતાં આજી નદી કિનારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

રાજકોટ આજી નદીમાં ઘોડો ડૂબતા બચાવાયો

આ પણ વાંચો : જૂનાગઢ ફાયર વિભાગ અને NDRFની ટીમે 40થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું

કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો

આજી નદીમાંથી ઘોડો બહાર રેસ્ક્યુ કરતા સમયે ફાયર વિભાગનો શૈલેષ ખોખર નામના કર્મચારીને કેમિકલની અસર શરીર પર જોવા મળી હતી. જેના કારણે તેને શરીરમાં ખંજવાળ ઊપડી હતી. જેને લઇને આ કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ કર્મચારીની તબિયત પણ સારી હોવાનું માનવામાં આવે છે. જ્યારે આજી નદીમાંથી હેમખેમ રીતે ઘોડો બહાર કાઢવામાં આવતા વિસ્તાર વાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Last Updated : Jun 17, 2021, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details