ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં આજથી ટ્રેનો નિયમિત શરૂ,ટ્રેનના નિયમિત સંચાલનથી રેલવે સ્ટેશન પર હલચલ - Gujarat

કોરોના મહામારી(Corona epidemic) ને કારણે રેલવે વિભાગ (Railway Department)દ્વારા ઘણી ટ્રેનો બંધ કરવામાં આવી હતી તેમજ નિયમિત તેની જગ્યાએ સ્પેશિયલ ટ્રેનો(Special trains) ચલાવવામાં આવી રહી હતી જે આજથી તમામ ટ્રેનો તેના નિયમિત ટ્રેનમાં ચલાવવાનું શરૂ થયું છે.તેમજ આવતી 20 તારીખ સુધીમાં તમામ ટ્રેનના ટ્રેન નંબરમાં નિયમિત ટ્રેન નંબર સાથે ફેરફાર થઈ જશે. તથા હાલ રાજકોટથી 56 જોડી ટ્રેન (56 trains from Rajkot)નિયમિત ચલાવવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું હતુ.

રાજકોટમાં આજથી ટ્રેનો નિયમિત શરૂ,ટ્રેનના નિયમિત સંચાલનથી રેલવે સ્ટેશન પર  હલચલ
રાજકોટમાં આજથી ટ્રેનો નિયમિત શરૂ,ટ્રેનના નિયમિત સંચાલનથી રેલવે સ્ટેશન પર હલચલ

By

Published : Nov 16, 2021, 9:34 AM IST

  • સ્પેશિયલ ટ્રેનો નિયમિત ટ્રેન તરીકે ચલાવવામાં આવતા ભાડામાં થશે ધટાડો
  • નિયમિત ટ્રેનો શરૂ થતાં મુસાફરો પણ વ્યક્ત કરી રહ્યા છે ખુશી
  • રાજકોટથી 56 જોડી ટ્રેન નિયમિત ચલાવવામાં આવી રહી

રાજકોટ: કોરોના કાળ (Corona period)દરમિયાન પશ્ચિમ રેલવે વિભાગ (Western Railway Division)દ્વારા શરૂ કરાયેલી ટ્રેનો સ્પેશિયલ ટ્રેનો જાહેર કરવામાં આવી હતી જેના કારણે જૂના ભાડા કરતાં પણ વધારે લેવામાં આવતું હતું. ત્યારે રાજકોટ અને ભાવનગર( Rajkot and Bhavnagar)મંડળ દ્વારા પરિપત્ર જાહેર કરી હવે તમામ ટ્રેનો અને નિયમિત નંબર સાથે જોડાવાનો જાહેર કરવામાં આવ્યું છે. આથી ટ્રેન આગળ થી નીકળી જશે અને જૂના મુજબ ટ્રેનનું ભાડું છે એ લેવામાં આવશે આથી મુસાફરોને પણ ભાડામાં રાહત મળશે.

રાજકોટમાં આજથી ટ્રેનો નિયમિત શરૂ,ટ્રેનના નિયમિત સંચાલનથી રેલવે સ્ટેશન પર હલચલ
ટ્રેનોના ભાડામાં પણ વધારો થયો હતો

કોરોના મહામારી (Corona epidemic)ને કારણે દરેક મેઇલ અને એકસપ્રેસ ટ્રેનો(Express trains)ને સ્પેશિયલ કોવિડ અને હોલીડે સ્પેશિયલ ટ્રેન(Holiday special train)ના રૂપમાં દોડાવવામાં આવતી હતી. જેના કારણે ટ્રેનોને સ્પેશિયલ કેટેગરીમાં આપવામાં આવતા ટ્રેનોના ભાડામાં પણ વધારો થયો હતો. તેમજ ટ્રેનના ડેટા અપગ્રેડ કરવાની કામગીરી પણ રાતના સમયમાં ચાલી રહી છે.

તમામ ટ્રેનો તેમના નિયમિત ટ્રેન નંબરથી દોડશે

પશ્ચિમ રેલવેના રાજકોટ ડીવીઝનના PRO વિવેક તિવારી( PRO Vivek Tiwari)દ્વારા ETV ભારત સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે આજથી તમામ ટ્રેનો તેમના નિયમિત ટ્રેન નંબરથી દોડશે તેમજ ટ્રેનના નંબરમાં થયેલ ફેરફારની માહિતી જે તે પ્રાવસીઓને તેમના નંબર પર મેસેજ કરીને કરવામાં આવી રહી છે. તેમજ આવતી 20 તારીખ સુધીમાં તમામ ટ્રેનના ટ્રેન નંબરમાં નિયમિત ટ્રેન નંબર સાથે ફેરફાર થઈ જશે. તથા હાલ રાજકોટથી 56 જોડી ટ્રેન નિયમિત ચલાવવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું હતુ. તેમજ કોરોનાકાળમાં જે ટ્રેનના નંબર શૂન્યથી શરૂ થતાં હતાં તે આજથી એક અને બે ના આંકડાથી શરૂ થશે. સાથે જ રાતના સમયે એટલે કે રાતના 11:30 સવારે 5:00 વાગ્યાં સુધી ટ્રેનોના ડેટા અપગ્રેડ કરવાની કામગીરી થઈ રહી છે. જે આગામી આઠ દિવસમાં પુરી થશે. ભારત ભરમાં અંદાજે 1700 ટ્રેનોનું સંચાલન થઈ રહ્યું છે.

ટ્રેનના નિયમિત સંચાલનથી રેલવે સ્ટેશન પર પણ દેખાઈ હલચલ

ETV ભારત દ્વારા નવાગઢ રેલેવ સ્ટેશન પર મુલાકાત કરતા ત્યાં મુસાફરોની પણ અવરજવર જોવા મળી હતી. તેમજ રેલવે વિભાગ દ્વારા ટ્રેનો તેના નિયમિત નંબર અને ભાડા સાથે શરૂ કરાતા મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ હતી.

આ પણ વાંચોઃPartial lunar eclipse: 580 વર્ષ પછી સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે, ભારતમાં નહીં દેખાય

આ પણ વાંચોઃ"જેને જે ખાવું હોય તે ખાય શકે છે, અમને કંઈ વાંધો નથી": ભુપેન્દ્ર પટેલ

ABOUT THE AUTHOR

...view details