ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલના ઘોઘાવદર ગામની સીમમાં જુગાર રમતા લોકો પર LCBની રેડ - Ghoghavdar

ગોંડલના ઘોઘાવદર ગામની સીમમાંથી LCBની ટીમે 10 જુગારીઓને ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂપિયા 47 હજાર સહિત કુલ મુદામાલ રૂપિયા 1 લાખ 47 હજાર 500 સાથે ઝડપી લીધા હતા.

Gondal
ગોંડલના ઘોઘાવદર ગામની સીમમાં LCB ની રેડ

By

Published : Jun 25, 2020, 12:01 PM IST

રાજકોટ: ગોંડલના ઘોઘાવદર ગામની સીમમાંથી LCB ની ટીમ પીઆઇ એમ.એન.રાણા, મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, રવિદેવભાઈ બારડ તેમજ અનિલભાઇને મળેલી માહિતીના આધારે અમીત વલ્લભભાઈ જીજરીયાની ઘોઘાવદર ગામની સીમમાં આવેલી વાડીના મકાનમાં હુસેન ઉર્ફે ગેલો જુમાભાઈ આદમાણી ગોંડલ વાળા મારફતે બહારથી માણસો ભેગા કરી જુગારના સાધનો પૂરા પાડી પૈસા ઉઘરાવી તથા ઘોડીપાસાના પાસા વડે નસીબ આધારિત હારજીતનો જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવતો હતો.

જે અંગે ત્યાં દરોડો પાડતા જુગાર રમતા રોકડ રકમ રૂપિયા 47 હજાર સહિત કુલ મુદામાલ રૂપિયા 1 લાખ 47 હજાર 500ના મુદામાલ સાથે 10 જુગારીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details