- રાજકોટમાં 21 નવેમ્બરથી કરફ્યૂ લાદવામાં આવ્યું
- રાત્રીના 9 વાગ્યા બાદ સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ
- કરફ્યૂનો રાજકોટ વાસીઓ કરી રહ્યા છે અમલ
રાજકોટઃ રાજકોટમાં 21 નવેમ્બરથી કરફ્યૂ લાદવામાં આવ્યું હતુ, ત્યારે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા કરફ્યૂનો પોલીસ દ્વારા ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં રાત્રીના 9 વાગ્યા બાદ સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ જાહેર કરાયું છે. જેનો રાજકોટ વાસીઓએ ચુસ્તપણે અમલ કરી રહ્યા છે. તેમજ રાત્રી દરમિયાન પોલીસને સહકાર આપીને કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
Etv ભારત દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી
રાજકોટમાં હાલ કરફ્યૂનો માહોલ છે, ત્યારે રાજકોટ પોલીસ કરફ્યૂનો ચુસ્તપણે શહેરમાં અમલ કરાવે છે કે, નહીં તે જોવા માટે રિયાલિટી ચેક કરવામાં આવી હતી. જેમાં શહેરની વાવડી ચોકડી ખાતે ETVની ટીમ 10:30 વાગ્યે પહોંચી હતી, ત્યારે પોલિસ દ્વારા અહીં જે પણ વાહનો નીકળતા હતા તેનું ચેકીંગ કરવામાં આવતું હતું. તેમજ રાત્રી દરમિયાન ક્યાં કારણોસર તેઓ નીકળ્યા છે. તે પણ પૂછવામાં આવી રહ્યું હતું. તેમજ બિનજરૂરી ફરવા નિકળેલા ઈસમો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી.