રાજકોટની યુવતીને સોશિયલ મીડિયાની મૈત્રી ભારે પડી, યુવકે દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી
રાજકોટઃ શહેરના ભક્તિનગર પોલીસ મથકમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપીએ સોશિયલ મીડિયા દ્વારા મહિલા સાથે મૈત્રી કરી તેની પર દુષ્કર્મ આચર્યુ હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ
રાજકોટમાં એક મહિલાને સોશિયલ મીડિયાની મૈત્રી જોખમી સાબિત થઈ છે. શહેરના ભક્તિનગરના પોલીસ મથકમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપીએ સોશિયલ મીડિયા પર મહિલાને પ્રેમના જાળ ફસાવી પોતે અપરણિત કહી તેની સાથે દુષ્કર્મ આચર્યુ જણાવ્યું હતું. જેના પગલે પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી જાહિદ નામના આરોપી સહિત એકની ધરપકડ કરી છે.