રાજકોટમાં જનેતાના પ્રેમી દ્વારા સગીર વયની પુત્રી પર દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. શહેરના B ડિવિઝન વિસ્તારમાં વિપુલ પરસાણા નામનો ઈસમ અગાઉ જે મકાનમાં ભાડુઆત હતો એ જ મકાન માલિકની પત્ની વર્ષા પીપરીયાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ વિપુલ આટલેથી અટક્યો નહોતો અને આ મહિલાની 15 વર્ષની પુત્રી પર નજર બગાડી હતી.
ઘોર કળયુગઃ જનેતાએ જ પોતાની પુત્રી પ્રેમીને સોંપી, પ્રેમીએ 5 વર્ષ આચર્યું દુષ્કર્મ - GUJARATI NEWS
રાજકોટઃ શહેરમાં રક્ષક જ ભક્ષક બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. માતાએ પોતાની જ સગીર વયની પુત્રીને પોતાના પ્રેમીને હવાલે કરી હતી. હવે તેના પ્રેમીએ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે.

RJT
પ્રેમમાં અંધ મહિલાએ પોતાની માસુમ પુત્રીને પણ પ્રેમીના હવાલે કરી દીધી હતી અને તેણે સગીરા સાથે સતત 5 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. અંતે પાપ છાપરે ચડીને પોકાર્યું અને સમગ્ર મામલો સામે આવ્યો છે. પીડિત સગીરા દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ પોલીસે માતા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.