રાજકોટઃ શહેરમાં સોમવારે મોડીરાત્રે શહેરના 150ફૂટ રિંગરોડ ઓર આવેલ ગોવર્ધન ચોક નજીક એક કાર અચાનક BRSTની રેલિંગ પર ચડી ગઈ હતી. જેને લઈને આસપાસમાં ઉભેલા લોકો દ્વારા કાર ચાલકને કારમાંથી હેમખેમ બહાર કાઢ્યો હતો.
આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક રાજકોટ માલવિયાનગર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ કાર ચાલકની પૂછપરછ હાથધરી હતી. જેમાં કારચાલક પણ કેફી પદાર્થ પીધેલ હોવાનું બહાર આવ્યું હતું.
રાજકોટમાં નશાની હાલતમાં કાર ચલાવતા યુવકનો અકસ્માત હાલ, લોકડાઉન છે છતાં પણ યુવક નશો કરેલી હાલતમાં કાર લઈને નીકળ્યો હતો અને કાર પલટી ગઈ હતી. સદનસીબે આ કારની અડફેટે કોઈ અન્ય વાહન આવ્યું નહોતું. પોલીસે કારચાલક કેતન સાગઠિયા નામના ઇસમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે, કાર પર આવશ્યક આરોગ્ય સેવાનું જામનગર જિલ્લાના કેન્દ્રની ગાડી હોવાનું બેનર્સ પણ મારવામાં આવ્યું હતું. જેને લઈને લોકીને મનમાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે.