- રાણી મીનળદેવીની વાવની સાફ-સફાઈ હાથ ધરાઈ
- 40 જેટલા વિધાર્થીઓ સહભાગી બન્યા
- 150 કિગ્રા જેટલો કચરો એકત્રીત
રાજકોટ: ક્લીન ઇન્ડિયા અભિયાન-2021 અંતર્ગત રાજકોટ જિલ્લાને સ્વચ્છ બનાવવાની નેમ રાજકોટ જિલલાની વિવિધ સરકારી કચેરીઓએ કરી છે. આ માટે જનસહયોગ લઈને દેશ, રાજ્ય અને જિલ્લાઓને સ્વચ્છ બનાવવા સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરીને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવી રહ્યો છે.
સ્મારકોની જાળવણી આપણી ફરજ
આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજ વાધેલાએ અપિલ કરતા કહ્યું હતું કે, આપણો ઐતિહાસિક સ્મારકો એ આપણી સાંસ્કૃતિક ધરોહર છે. આવા સ્મારકોને આપણી ફરજ સમજીને તેની જાળવણી કરીએ. ઐતિહાસિક સ્મારકો તથા તેના પરિસરને સ્વચ્છ રાખીને દેશ અને સમાજના નિર્માણમાં સહયોગ આપીએ.
આ પણ વાંચોઃપોરબંદરમાં ઐતિહાસિક સ્મારકોની હેરિટેજ વોકનું આયોજન કરાયું
જિલ્લાના ઐતિહાસિક સ્મારકોની સાફ-સફાઈ
ક્લીન ઇન્ડિયા અભિયાન- 2021 અન્વયે જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજકોટની કચેરી દ્રારા એક નવિન પહેલ અપનાવવામાં આવી છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના ઐતિહાસિક સ્મારકોની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત આજરોજ રાજકોટ નજીક આવેલા પવિત્ર યાત્રાધામ વીરપુર(જલારામ) સ્થિત આવેલી ઈ.સ. 11મી સદીમાં નિર્માણ પામેલી રાણી મીનળદેવીની વાવની સાફ-સફાઈ હાથ ધરી. મીનળદેવીની વાવ સમ્રાટ ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહના માતા મીનળદેવીએ વીરપુર ખાતે બંધાવી હતી. તે નંદા પ્રકારની પૈરાણીક વાવ છે. જે 03 માળની 06 કૂટ ઉંચી અને 43 પગથિયાં ધરાવતી વિશાળ વાવ છે. અહીં જાણિતા સ્મારકોમાં પંચદેવ, શેષાશયી વિષ્ણુ, ત્રીમુખ માતૃકા જેમાં વારાહી-નરસિંહી-ચંડી માતાજીના સમુહની આકૃતિ છે. તેમજ તે વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અંગે આસપાસના લોકોને જાગૃત કરીને જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચોઃવિકાસ ઝંખતા ખેડાના ઐતિહાસિક સ્મારક સમાન પ્રાચીન જળ સ્ત્રોત
150 કિગ્રા કચરો એકત્રીત કરીને તેનો સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે નિકાલ
આ તકે મોંઘીબા હાઈસ્કૂલની 20 વિદ્યાર્થીનીઓ અને જેતલસર હાઈસ્કૂલના 20 વિદ્યાર્થીઓ એમ મળીને કુલ 40 બાળકો સહભાગી બન્યા હતા. તેમજ અન્ય 5 શિક્ષકો જોડાયા હતા. આ વાવના કૂટ સ્ટેપ, પરસાળ, કુવા, ઉપર બનાવવામાં આવેલ છત અને વાવની આજુબાજુ રહેલો સિંગલ યૂઝડ પ્લાસ્ટિક તથા વાવમાં ઉગેલ નકામું ઘાસ કાઢી વાવની સંપૂર્ણ સાફ-સફાઈ કરવામાં આવી હતી. જેમાંથી અંદાજે 150 કિગ્રા જેટલો કચરો એકત્રીત કરીને તેનો સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો હતો.