ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં પોલીસ કમિશ્નરને રાખડી બાંધી મેયર માગ્યું રાજકોટની સુરક્ષાનું વચન - રાજકોટ

રાજકોટઃ શહેરમાં " રાખી ફોર ખાખી " કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર પોલિસ કમિશનરને રાજકોટમાં મેયર બીનાબેન આચાર્યએ રાખડી બાંધી હતી. જ્યારે પોલીસ કમિશ્નર દ્વારા બહેન બીનાબેન આચાર્યને તુલસીનો ક્યારો અને સાયબર ક્રાઇમ અવેરનેસની બુક ભેટમાં આપી હતી.

રાજકોટ

By

Published : Aug 15, 2019, 4:58 AM IST

રંગીલા રાજકોટમાં શહેર પોલીસ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. રાખી ફોર ખાખી કાર્યક્રમ દરમિયાન રાજકોટ પોલીસના જવાનોને મહાનગપાલિકાના પદાધિકારીઓ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. ખાસ રાજકોટમાં મેયર બીનાબેન આચાર્યએ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને રાખડી બાંધી રાજકોટની સુરક્ષા કરવાનું વચન માગ્યું હતું. આ સાથે જ પોલીસ કર્મી ભાઈઓ દ્વારા બહેનોને ભેટમાં પુસ્તક અને તુલસીનો છોડ આપવામાં આવ્યો હતો.પોલીસ હર હંમેશ કોઈ પણ તહેવાર કોઈ કે કોઈ પણ સમયે શહેરના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે 24 કલાક ફરજ બજાવે છે. ત્યારે રક્ષાબંધનની ઉજવણી કરતા પોલીસ કર્મીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.

પોલીસ કમિશ્નરને રાખડી બાંધી મેયર માગ્યું રાજકોટની સુરક્ષાનું વચનetv bharat

ABOUT THE AUTHOR

...view details