- અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન
- કાલાવડ રોડ પર આવેલા મોટામૌવા સ્મશાનગૃહ ખાતે અંતિમવિધિ કવામાં આવી
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી છેલ્લે સુધી હાજર રહ્યા હતા
રાજકોટઃ રાજ્યસભાના સાંસદ અને પ્રખર ધારાશાસ્ત્રી તેમજ મુખ્યપ્રધાન રૂપાણીના બાળપણના મિત્ર એવા અભય ભારદ્વાજનું કોરોનાની 90 દિવસની સારવાર બાદ ચેન્નઈ ખાતે ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે અવસાન થયું હતું. ત્યારે આજે તેમનો પાર્થિવ દેહ રાજકોટ ખાતે તેમના અમીન માર્ગ પર આવેલા નિવાસ સ્થાને લાવામાં આવ્યો હતો. જેનો શહેરના કલાવડ રોડ ખાતે આવેલા નાના મૌઆ સ્મશાન ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
મુખ્યપ્રધાન રૂપાણી અંતિમયાત્રામાં જોડાયા
કોરોનાની ગાઇડલાઈન પ્રમાણે હાલ અંતિમવિધિ માટે માત્ર 50 સભ્યોને જ હાજર રહેવાની પરવાનગી આપી છે. ત્યારે સાંસદ અભય ભારદ્વાજની અંતિમયાત્રા દરમિયાન પરિવારના 50 સભ્યો સહિત મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ જોડાયા હતા અને સ્મશાન સુધી આવ્યા હતા. જ્યારે મુખ્યપ્રધાન સ્મશાને આવવાના હોવાથી માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.