રાજકોટમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રાજકોટ:રાજકોટમાં આગામી તારીખ 1 અને 2 જૂનના રોજ બાગેશ્વર ધામના પીઠાધેશ્વર એવા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજનાર છે. આ દિવ્ય દરબારને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબારનું આયોજન થવાનું છે. હાલ અહીંયા સ્ટેજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સ્ટેજ 120 ફૂટ પહોળાઈ ધરાવતો અને 10 ftની ઊંચાઈ ધરાવતો તૈયાર કરવામાં આવી રહ્યો છે.
રાજમહેલ જેવો સ્ટેજ: આ સ્ટેજને રાજમહેલ જેવો આકાર આપવામાં આવી રહ્યો છે. તેમજ આગામી એક બે દિવસમાં સ્ટેજ તૈયાર થઈ જશે. આ સાથે જ ઓપન ગ્રાઉન્ડમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજનાર છે. દિવ્ય દરબારને લઈને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ખાનગી સિક્યુરિટીના બાઉન્સરો પણ ઉપસ્થિત રહેશે. જેના કારણે કાર્યક્રમ દરમિયાન અવ્યવસ્થા ન સર્જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
'રાજકોટમાં યોજાનાર કાર્યક્રમની હવે તૈયારીઓ બધી પૂર્ણતાના હારે છે. તેમજ જૂજ દિવસો બાકી છે. તેમાં પણ દિવ્ય દરબાર માટેના સ્ટેજનું નિર્માણ કામ પણ લગભગ આવતીકાલ સુધીમાં પૂરું થઈ જશે. આ સ્ટેજની વાત કરીએ તો અત્યારે સ્ટેજ આપણે 120 ફૂટની લંબાઈ અને 10 ફૂટની ઊંચાઈનું બનવાના છીએ. તેમજ સ્ટેજની અને પાછળ એમ આખું રાજમહેલ જેવી થીમ બનાવેલી છે એ 60 પણ ફૂટ ઊંચું બાય રૂ.120 લંબાઇનું છે. જે રેસકોર્સના ગ્રાઉન્ડના ઇતિહાસમાં લગભગ અત્યાર સુધીનું મોટામાં મોટું સ્ટેજ આ બાગેશ્વર બધામાં સેવા સમિતિ દ્વારા બનાવવામાં આવેલું છે.' -યોગીન છણિયાર, બાગેશ્વર ધામ સમિતિ, રાજકોટ
દિવ્ય દરબારમાં એન્ટ્રી પાસ નહિ:દિવ્ય દરબારમાં કોઈપણ એન્ટ્રી પાસ રાખવામાં આવ્યા નથી. તેમજ જે લોકોને બાગેશ્વર ધામ સરકાર પાસે અરજી કરવી હશે તેવો કરી શકશે. જો તેમની અરજી પ્રમાણે બાગેશ્વર બાબા તેમને બોલાવશે. તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિવ્ય દરબારમાં 400 કરતાં વધુ સ્વયંસેવકો ખડેપગે જોવા મળશે. જેમાં પણ સૌથી વધારે પાર્કિંગ વ્યવસ્થામાં સ્વયંસેવકોને રાખવામાં આવશે. દિવ્ય દરબારમાં 70થી વધુ સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવશે. જેના કારણે કોઈપણ અનિચ્છનીય બનાવ બને તો સ્પષ્ટ રીતે તેમાં ખ્યાલ આવી શકે છે.
1 લાખ લોકો આવે તેવી શક્યતા: બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો આવે તેવી શક્યતાઓ છે. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને કઈ જગ્યાએ ઉતારો આપવામાં આવશે તે હજુ સુધી સ્પષ્ટ રીતે સામે આવ્યું નથી પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રીને જ્યાં ઉતારો આપવામાં આવશે તે જગ્યા પણ મોટી હોય રાખવામાં આવશે હાલ બાગેશ્વર ધામ સમિતિ આવા સ્થળની શોધખોળ કરી રહી છે. એવામાં રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દરરોજ સાંજે અલગ અલગ નેતાઓ અને વિવિધ સમાજના આગેવાનો બાગેશ્વર ધામ સમિતિ સાથે બેઠક યોજાઈ રહ્યા છે. તેમજ તેમને પૂરેપૂરું સમર્થન જાહેર કરી રહ્યા છે.
- Baba Bageshwar in Gujarat: બાગેશ્વર બાબાએ પીએમ મોદીના કર્યા વખાણ, આદિવાસી વિસ્તારોમાં ઘરવાપસી માટે દરબાર યોજાવાની કરી જાહેરાત
- Baba Bageshwar: સંસ્કારી નગરીમાં બાબાના દિવ્ય દરબાર પૂર્વે નવલખી મેદાન ખાતે ભૂમિપૂજન કરાયું