ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot youth shines : વર્લ્ડ પેરાપાવર લીફ્ટિંગ ચેમ્પિનશિપમાં રાજકોટનો પોલિયોગ્રસ્ત યુવાન ચમક્યો, પેરાએશિયન્સ ગેમ્સમાં ભારતનું પ્રતિનધિત્વ કરશે - રામુ બાંભવા

વર્લ્ડ પેરાપાવર લીફ્ટિંગ ચેમ્પિનશિપમાં રાજકોટનો પોલિયોગ્રસ્ત યુવાન ચમક્યો છે. આ યુવાન પેરાએશિયન્સ ગેમ્સમાં ભારતનું પ્રતિનધિત્વ કરશે. ગુજરાતનો એકમાત્ર ખેલાડી રામુ બાંભવાના પરિવારજનોમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Rajkot youth shines : વર્લ્ડ પેરાપાવર લીફ્ટિંગ ચેમ્પિનશિપમાં રાજકોટનો પોલિયોગ્રસ્ત યુવાન ચમક્યો, પેરાએશિયન્સ ગેમ્સમાં ભારતનું પ્રતિનધિત્વ કરશે
Rajkot youth shines : વર્લ્ડ પેરાપાવર લીફ્ટિંગ ચેમ્પિનશિપમાં રાજકોટનો પોલિયોગ્રસ્ત યુવાન ચમક્યો, પેરાએશિયન્સ ગેમ્સમાં ભારતનું પ્રતિનધિત્વ કરશે

By ETV Bharat Gujarati Team

Published : Oct 2, 2023, 3:11 PM IST

ભારતનું પ્રતિનધિત્વ

રાજકોટ : મન હોય તો માળવે જવાય એવી કહેવત સાર્થક કરી છે. રાજકોટના પોલિયોગ્રસ્ત યુવાન રામુ બાંભવાએ ગુજરાતનું પણ નામ રોશન કર્યું છે. રાજકોટના આ યુવાને તાજેતરમાં દુબઈમાં યોજાયેલી પેરાપાવર લિન્ફિંગ વર્લ્ડ ચેમ્પયનશિપમાં 6મો ક્રમાંક મેળવ્યો છે. જ્યારે વર્લ્ડ ચેમ્પયનશિપમાં તેનું પરફોર્મન્સ સારું રહેતાં તે આગામી દિવસોમાં યોજાનાર પેરાએશિયન્સ ગેમ્સ માટે પણ કવોલિફાઇડ થયો છે.

પરિવારમાં ખુશીનો માહોલ :પેરાએશિયન્સ ગેમ્સ માટે પણ કવોલિફાઇડ થયેલો રાજકોટનો આ એક માત્ર યુવાન છે જે સમગ્ર રાજ્યમાં પેરાપાવર લિફ્ટિંગમાં એશિયન્સ ગેમ્સ માટે સિલેક્ટ થયો છે. ત્યારે રામુ બાંભવાના પરિવારજનોમાં પણ હાલ ખુશીનો માહોલ છવાયો છે.

તાજેતરમાં જ દુબઈમાં યોજાયેલી વર્લ્ડ પેરાપાવર લિફ્ટિંગ ચેમ્પિનશિપ યોજાઇ હતી. જેમાં અમે ભારતમાંથી અલગ અલગ કેટેગરીમાં કુલ 9 જેટલા લોકો ગયા હતા. આ સ્પર્ધામાં 72 કિલોગ્રામ ક્લાસમાં મારું સિલેકશન થયું છે. જ્યારે આમાં મારો છઠ્ઠો ક્રમાંક આવ્યો છે. જેના આધારે હવે આગામી દિવસોમાં યોજાનાર પેરા એશિયન્સ ગેમ્સમાં હું ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો છું...રામુ બાંભવા (પેરાપાવર લિન્ફિંગ વર્લ્ડ ચેમ્પયનશિપમાં 6મો ક્રમાંક )

પોલિયોનો શિકાર બન્યો હતો : રામુ બાંભવા એવો એક માત્ર યુવાન છે જે ગુજરાતમાંથી પ્રથમ વખત એશિયન્સ પેરાપાવર લિફટિંગ ચેમ્પિનશિપમાં સિલેક્ટ થયો છે. જે હવે પેરા એશિયન્સન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રામુ બાંભવા ત્રણ વર્ષનો હતો ત્યારથી જ તે પોલિયોનો શિકાર બન્યો હતો. જેના કારણે તેને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ત્યાં સુધી કે તેને કોઈપણ જીમમાં એડમિશન મળતું નહોતું.

મકક્મ મનોબળથી આગળ વધ્યા :રામુ બાંભવાએ વધુમાં જણાવ્યું હતું કે મને પોલિયો હોવાથી હું સ્પોટ્સ એક્તિવિટી સાથે ખુબજ મુશ્કેલીઓ વેઠીને જોડાયો હતો. જેમાં યુનિક ચેરિટેબલ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા મને ખૂબ જ સહયોગ આપવામાં આવ્યો હતો. જ્યારે હું વર્ષ 2010થી 2017 સુધી હું એથલેટિક્સ ગેમ્સ રમતો હતો. જેમાં ગોળાફેક, ચક્રફેક, ભાલા ફેલ સહિતની ગમ્સ હું અગાઉ રમી ચૂક્યો છું. એવામાં અમારા ટ્રસ્ટના શૈલેશભાઈએ મને પેરાપાવર લીફટિંગ ગેમ્સ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.

ઓલમ્પિક ગેમ્સમાં પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન :રામુ બાંભવાએ યુવાઓને જણાવ્યું હતું કે હું પોલિયો ગ્રસ્ત છું છતાં પણ પેરાપાવર લીફ્ટિંગમાં સફળ થયો છું ત્યારે યુવાનોએ મહેનત કરતા રહેવું જોઈએ એક દિવસ જરૂર તેને સફળતા મળશે. જ્યારે હું હાલ દરરોજ 7 કલાકની ટ્રેનીંગ કરું છું. હાલ હું એસિયન્સ ગેમ્સ માટેની તૈયારી કરી રહ્યો છે પરંતુ હું આગામી દિવસોમાં યોજાનાર ઓલમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનધીત્વ કરું તેવું મારું સપનું છે.

  1. Cricket World Cup Top 5 Bowlers : જાણો વર્લ્ડ કપના ઈતિહાસમાં ટોપ 5 બોલર કોણ છે, યાદીમાં એક પણ ભારતીય નથી
  2. Cricket World Cup 2023: જાણો વિશ્વના નંબર 1 બોલર મોહમ્મદ સિરાજના સંઘર્ષની પ્રેરણાદાયી કહાની
  3. Cricket World Cup 2023: વર્લ્ડ કપ 2023માં પાંચ સૌથી મોટી ઉંમરના ખેલાડીઓ પર રહેશે નજર, જેઓ શાનદાર ભૂમિકા ભજવી શકે છે

ABOUT THE AUTHOR

...view details