ગુજરાત

gujarat

ETV Bharat / state

Mashroom Farming: વાહ..! ઘરમાં જ એક લેબ બનાવી મશરૂમની ખેતી કરી, ખિસ્સા ભરાય એવી કમાણી - mashroom Farming Rajkot

રાજકોટના એક વ્યક્તિએ ઘરે જ ટેમ્પરેચર મેન્ટેન કરીને મશરૂમની ખેતી શરૂ કરી છે. તેઓ મશરૂમની ખેતીમાંથી મતલબ ઉત્પાદન કરી રહ્યા છે. જેમાંથી તેઓ લાખોણી કમાણી પણ કરે છે. સૌથી પહેલા મશરૂમનું ઉત્પાદન હિમાચલ પ્રદેશમાં આ પ્રકારે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે ભારતના અલગ અલગ રાજ્યોમાં પણ મશરૂમનું ઉત્પાદન આ પ્રકારે થાય છે. હવે ગુજરાતમાં પણ થઇ રહ્યું છે.

Etvરાજકોટના આ વ્યક્તિએ ઘરે જ ટેમ્પરેચર મેન્ટેન કરીને મશરૂમની ખેતી શરૂ કરી  Bharat
રાજકોટના આ વ્યક્તિએ ઘરે જ ટેમ્પરેચર મેન્ટેન કરીને મશરૂમની ખેતી શરૂ કરી Etv Bharat

By

Published : Apr 15, 2023, 4:06 PM IST

Updated : Apr 15, 2023, 5:34 PM IST

ઘરમાં જ એક લેબ બનાવી મશરૂમની ખેતી કરી

રાજકોટ: સામાન્ય રીતે તમે સોરાષ્ટના ખેડૂતોને મગફળી, કપાસ, ચણા, મગ, એરંડા કે પછી ફળોના બાગ વાવતા જોયા હશે. પરંતુ રાજકોટના આ વ્યક્તિએ ઘરે જ ટેમ્પરેચર મેન્ટેન કરીને મશરૂમની ખેતી શરૂ કરી છે. મશરૂમની ખેતી મુખ્યત્વે ઠંડા પ્રદેશોમાં થતી હોય છે. પરંતુ રાજકોટના આ વ્યક્તિએ આ વાતને ખોટી પાડી છે. રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા હિતેશ મારડિયાએ પોતાના ઘરે જ લેબોરેટરી બનાવીને છેલ્લા દોઢ વર્ષથી મશરૂમની ખેતી કરી છે. મશરૂમની ખેતી કરીને તેનું મતલબ ઉત્પાદન પણ મેળવે છે. તેમજ લાખોની કમાણી કરી રહ્યા છે.

ટેકનોલોજીની મદદ:જ્યારે મશરૂમની ખેતી માટે તેમને અલગ અલગ ટેકનોલોજીની પણ મદદ લીધી છે. રાજકોટમાં મશરૂમની ખેતીની વાત સામે આવ્યા બાદ શહેરભરમાં આ વાત ચર્ચાનો વિષય બની છે. જ્યારે મુખ્યત્વે ઠંડા પ્રદેશમાં જ મશરૂમની ખેતી થતી હોય છે. પરંતુ હવે સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં પણ મશરૂમની ખેતી કરીને લોકો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

આ પણ વાંચો Rajkot Crime : મારવાડી યુનિવર્સિટીમાં શંકાસ્પદ ગાંજાના છોડ મળવાનો મામલો, FSLનો પ્રાથમિક રીપોર્ટ આવ્યો

ટ્રેનિંગ લીધી: આ અંગે હિતેશ મારડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે મશરૂમના ઉત્પાદન માટે મધર કલ્ચરની જરૂર પડે છે. જેમાં મધર કલ્ચરમાંથી મલ્ટિપ્લાય કરીને મશરૂમને અનુરૂપ આવે તેવું કલ્ચર બનાવવું પડે છે. ત્યારબાદ મશરૂમ ઉગાડવા માટેની બોટલમાં 20 ગ્રામ જેટલું બ્રાઉન લેસ નાખવું પડે છે. ત્યારબાદ 5થી 7એમએલ તેનું મધર કલ્ચર આ બોટલમાં નાખીએ તેના 10 દિવસ બાદ આ મશરૂમનું ધીમે ધીમે ઉત્પાદન થવા માંડે છે. ત્યારબાદ તેને પ્રકાશ પણ લઈ આવવામાં આવે ત્યારે તેનો કલર ઓરેન્જ કલર જેવું થવા માંડે છે. 60 દિવસ પછી આ તમારું મશરૂમ છે. તે તૈયાર થઈ જાય છે અને તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો.

ઘરે લેબોરેટરી બનાવી: હિતેશ મારડિયાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ઠંડા પ્રદેશમાં મશરૂમનું ઉત્પાદન થાય છે. તેવું ટેમ્પરેચર આપણે અહીંયા લેબોરેટરીમાં મેન્ટેન કરવું પડે છે. જેને લઈને 18 થી 20 ડિગ્રી જેટલું તાપમાન લેબમાં રાખવું પડે છે. ત્યારબાદ ભેજનું પ્રમાણ પણ 70 થી 80% જેટલું મેઇન્ટેન રાખવું પડે છે. એટલે કે ઠંડા પ્રદેશમાં જે પ્રકારનું વાતાવરણ હોય છે. તે પ્રકારનું વાતાવરણ અહીંયા આપણે રૂમમાં ઊભું કરવું પડે છે. જે તમામ બાબતોને આપણે ધ્યાનમાં રાખીને મશરૂમનું ઉત્પાદન લેબોરેટરીમાં જ કરી શકીએ છીએ. જ્યારે હાલ મશરૂમની ડિમાન્ડ ઓલ ઇન્ડિયામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે. જ્યારે સૌથી પહેલા મશરૂમનું ઉત્પાદન હિમાચલ પ્રદેશમાં આ પ્રકારે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે ભારતના અલગ અલગ રાજ્યોમાં પણ મશરૂમનું ઉત્પાદન આ પ્રકારે થાય છે.

આ પણ વાંચો રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં રેગિંગ, બીબીએ વિદ્યાર્થીની જાતીય સતામણીના કેસમાં પોલીસે 3ની અટકાયત કરી

દર્દી માટે આશીર્વાદરૂપ:ગંભીર રોગોના દર્દી માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. મશરૂમ જ્યારે મશરૂમના ઉપયોગની વાત કરવામાં આવે તો કેન્સરના દર્દી માટે ખૂબ જ ઉપયોગી હોય છે. આ સાથે જ કિડની, લીવર અને ગંભીર રોગ ધરાવતા દર્દીઓને ખૂબ જ મદદરૂપ થાય છે કારણ કે આ ફૂગ સપ્લીમેન્ટ છે. જેના કારણે આનો ઉપયોગ કરવાથી શરીરમાં તાકાત વધી જાય છે. એટલે મોટા પ્રમાણમાં તેની માંગ પણ જોવા મળે છે. જ્યારે લેબોરેટરીમાં મશરૂમ તૈયાર થતા 60 દિવસનો સમય લાગે છે. ત્યારબાદ તેને તમે ડ્રાય કરીને તેનો ઉપયોગ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે હિતેશ મારડિયાએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને વીડિયો જોઈ જોયા હતા. ત્યારબાદ હિમાચલ પ્રદેશમાં મશરૂમનું ઉત્પાદન કરવાની ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ પ્રકારના મશરૂમના ઉત્પાદન માટે તેમને રાજકોટમાં જ ઘરે લેબોરેટરી શરૂ કરી છે. હાલ તેઓ ખૂબ સારી એવી કમાણી પણ કરી રહ્યા છે.

Last Updated : Apr 15, 2023, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details