નુકસાની ખેડૂતોએ જ વેઠવી પડશે રાજકોટ : હાલમાં સરકાર દ્વારા ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેને લઈને ડુંગળીના ભાવ રાતોરાત નીચે આવી ગયા છે. ત્યારે ખેડૂતો હવે ડુંગળી રસ્તા ઉપર ફેંકવા માટે મજબૂર થઈ રહ્યા છે. રાજકોટ યાર્ડની વાત કરવામાં આવે તો ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લાગ્યા બાદ રાજકોટમાં છેલ્લા બે દિવસથી ડુંગળીની હરાજી નથી થઈ.
એક મણના 200થી 300 રૂપિયા : હાલમાં ડુંગળીના પ્રતિ 20 કિલોના ભાવ 200થી 300 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે. એવામાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. જેને લઇને આ યાર્ડમાં પણ ખેડૂતોને ડુંગળી લઈને આવવાની સત્તાધીશો દ્વારા મનાઈ ફરવામાં આવી છે. સમગ્ર મામલે રાજકોટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ નિવેદન આપ્યું હતું.
ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લાગ્યા બાદ હાલ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. એવામાં એકલદોકલ ખેડૂતો જ યાર્ડમાં ડુંગળી લઈને આવી રહ્યાછે. તેમજ હાલમાં ખેડૂતોને પણ 20 કિલો ડુંગળીના રૂ. 200 થી 300 રૂપિયા જ ભાવ મળી રહ્યા છે. જેનાથી ખૂબ નારાજગી જોવા મળી રહી છે. જ્યારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લાગ્યા પહેલા પ્રતિ 20 કિલોના રૂપિયા રૂ. 700થી 800 ભાવ ખેડૂતોને મળતા હતા. જેના કારણે ખેડૂતો પણ મોટા પ્રમાણમાં ડુંગળી વેચવા માટે યાર્ડમાં આવતા હતા. એવામાં હવે યાર્ડમાં ખેડૂતો ડુંગળી લઈને આવતા ન હોવાના કારણે છેલ્લા બે દિવસથી રાજકોટ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી છે. તેમજ આગામી બે-ચાર દિવસમાં રાજકોટ યાર્ડમાં ડુંગળીની હરાજીને લઈને નવો નિર્ણય જાહેર કરવામાં આવશે...જયેશ બોઘરા (રાજકોટ યાર્ડના ચેરમેન )
નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ હટાવવા માગણી :બીજી તરફ રાજકોટ કિસાન સંઘના પૂર્વ પ્રમુખ અને ખેડૂતો આગેવાન દિલીપ સખીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડુંગળીના ભાવને લઈને ગુજરાતમાં ખેડૂતોમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે. જેનું કારણ છે કે સરકાર દ્વારા એકાએક ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જ્યારે ડુંગળી એવો પાક છે કે કુદરતી આફત સમયે પણ જો તેમાં મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય તો તે નુકશાની પણ ખેડૂતોને જ વેઠવાની હોય છે. જ્યારે ઘણી વખત ખેડૂતોને ખૂબ જ નીચા ભાવે ડુંગળી વેચવાનો પણ વારો આવતો હોય છે. ત્યારે હાલમાં ખેડૂતોને બે પૈસા કમાવાની તક છે અને આવા સમયે જ સરકાર દ્વારા ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે આ સમગ્ર નુકસાની ખેડૂતોએ જ વેઠવી પડશે. જેને લઈને સરકારે પણ ડુંગળી પર તાત્કાલિક નિકાસબંધી હટાવવી જોઈએ.
- ડુંગળીની નિકાસબંધીનો મામલો બિચક્યો, રોષે ભરાયેલા ખેડૂતોએ નેશનલ હાઈવે બાનમાં લીધો
- ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો વિફર્યા, હાઇવે ઉપર ડુંગળી ફેંકી ચક્કાજામ કર્યો