ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ યાર્ડમાં ડુંગળીના ભાવે રેકૉર્ડ સર્જ્યો, ઈતિહાસની સૌથી વધુ બોલી બોલાઈ - રૂપિયા.500 થી લઈને 1500 સુધીના ડુંગળીના ભાવ

રાજકોટ: ગરીબોની કસ્તૂરી મનાતી ડુંગળી દિવસેને દિવસે લોકોને રડાવી રહી છે. માર્કેટિંગ યાર્ડમાં ઇતિહાસમાં પ્રથમ વખત ડુંગળીના સૌથી ઉંચા ભાવ બોલાયા હતા. 20 કિલો ડુંગળીના ભાવ ગઈકાલે રૂપિયા 700થી લઈને 2 હજાર સુધી જોવા મળ્યા હતા.

rajkot-yard-has-the-highest-bid-of-the-hinterland-ever
રાજકોટ યાર્ડમાં ડુંગળીના ભાવે રેકૉર્ડ સર્જ્યો, ઈતિહાસમાં સૌથી વધુ બોલી બોલાઈ

By

Published : Dec 19, 2019, 10:39 PM IST

Updated : Dec 20, 2019, 7:15 AM IST

જ્યારે રૂપિયા.500થી લઈને 1500 સુધીના ડુંગળીના ભાવ જોવા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રવિવારે 60 હજાર બોરીઓની ડુંગળીની આવક નોંધાઈ હતી. જે હજુ સુધી પુરી થઈ નથી. આ ડુંગળી પુરી થતાની સાથે જ યાર નવી ડુંગળીની આવક થશે. હજુ તો ગઇકાલે જ એક મણે ડુંગળીના રૂપિયા.700 થી 2 હજાર સુધીના ડુંગળીના ભાવ બોલાયા હતા. તે એક દિવસમાં ઘટી ગયા છે. જેને લઈને યાર્ડ ખાતે ડુંગળી લઈને આવેલ ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

રાજકોટ યાર્ડમાં ડુંગળીના ભાવે રેકૉર્ડ સર્જ્યો, ઈતિહાસમાં સૌથી વધુ બોલી બોલાઈ

રાજકોટ યાર્ડમાં ડુંગળી વહેંચવા આવતા ખેડૂતોની માંગ છે કે યાર્ડમાં હરાજી માત્ર એક જ જગ્યાએ થાય છે. સાથે જ જે ડુંગળી આવે છે, તે તાત્કાલિક વહેંચાતી નથી. જેને લઈને માલ પડ્યો પડ્યો બગડી જાય છે, જેને લઈને કંઈક વ્યવસ્થા સારી કરવી જોઈએ.

Last Updated : Dec 20, 2019, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details