ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં માર મારવામાં આવતા મહિલાનું મોત, પોલીસે બે મહિલા સહિત 1 પુરૂષની ધરપકડ કરી - Crime of the kings

રાજકોટ: શહેરના પ્રદ્યુમ્નનગર વિસ્તારમાં એક મહિલાના મોતની ઘટના સામે આવી હતી. મહિલાને કુકર દ્વારા માર મારવામાં આવતા મહિલાનું મોત થયું હતું. CCTV વીડિયો પણ સામે આવ્યો હતો. પોલીસે ગુનાની ગંભીરતા જોઈને બે મહિલા સહિત એક પુરૂષની ધરપકડ કરી હતી.

રાજકોટમાં માર મારવામાં આવતા મહિલાનું મોત
રાજકોટમાં માર મારવામાં આવતા મહિલાનું મોત

By

Published : Dec 6, 2019, 6:33 PM IST

રાજકોટના પ્રદ્યુમ્નનગર વિસ્તારમાં એક મહિલાના મોતની ઘટના સામે આવી હતી. હમિદા બહેન નામની મહિલાને અંગત અદાવતમાં યાકુબ મોટાણી તેની પત્ની અનિષા અને તેની સાળી પરવિન દ્વારા માર મારવામાં આવતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જે બાદ મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. આ મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું.

રાજકોટમાં માર મારવામાં આવતા મહિલાનું મોત

મહિલાનું મોત થયા બાદ પોલીસે મહિલાને માર મારનાર ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ મહિલાને ધોકા અને પાઇપ વડે માર મારતા હોવાનો પણ CCTV વીડિયો સામે આવ્યો હતો. બીજી તરફ પોલીસે પણ ગુનાની ગંભીરતા જોઈને બે મહિલા સહિત એક પુરૂષની ધરપકડ કરી હતી.

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મૃતક મહિલા અને આરોપીઓ વચ્ચે અંગત અદાવત પણ છે. જેને લઈને ઝઘડો થતા આરોપીઓ મહિલાને ઘરે જઈને માર મારવા લાગ્યા હતા. જે દરમિયાન મૃતક મહિલાના ઘરે કુકર પડ્યું હતું તેના દ્વારા હમીદાબેનને માર મારવામાં આવતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા ઇસમોમાંથી યાકુબ નામના ઈસમ વિરુદ્ધ સમગ્ર રાજ્યમાં 50 કરતા વધુ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલ છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details