રાજકોટ : રંગીલા રાજકોટમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ હતી. મધ્યપ્રદેશથી રાજકોટ પરિણીતા ભાઈના લગ્નમાં આવી હતી. લગ્નના દાંડિયારાસ રમતી વખતે અચાનક તે બેભાન થઇ ગઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી, પરંતુ તબીબી તેને મૃત જાહેર કરતા પરિવારની ખુશી શોકમાં પલ્ટાઇ ગઇ હતી. ત્યારે આ પરણીતાનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.
માસિયાર ભાઈના લગ્નમાં આવી હતી પરિણીતા :સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં સ્ટેશન પ્લોટ-7 માં આવેલા શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળની જગ્યા પર લગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં પરિણીતાના માસિયાર ભાઈ આદિત્ય દિનેશભાઇ દુદકીયાના લગ્ન હતા. જેમાં રાતે આ સ્થળે દાંડિયા રાસ યોજાયા હતા. જેમાં સૌ સ્નેહીજનો ઉમંગભેર રાસ રમી રહ્યા હતાં. લગ્ન દરમિયાન દાંડિયારાસ રમતા મધ્યપ્રદેશના ઇન્દોરમાં રહેતા અંકિતાબેન પાર્થભાઇ ચંદ્રેશા નામની મહિલા અચાનક બેભાન થઈ ગઈ હતી. જ્યારે તેને તાત્કાલિક કે.જે વિરસોડિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી.
આ પણ વાંચો :Rajkot Murder Crime: મકાનનું ભાડું ન દેતા છરી મારી, અઠવાડિયામાં હત્યાનો 3જો કેસ