રાજકોટઃ શહેરના આજી અને ન્યારી ડેમમાં ફરી એકવાર નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું છે. સૌની યોજના હેઠળ રાજકોટના ડેમમાં સતત ચોથી વખત નર્મદાનું પાણી ભરવામાં આવ્યું છે. જેના કારણે ઉનાળામાં પણ રાજકોટવાસીઓ માટે સારા સમાચાર છે. તાજેતરમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ રાજકોટવાસીઓને દરરોજ 20 મીનિટ પાણી આપવાની જાહેરાત કરી હતી.
રાજકોટવાસીઓ આંનદો...સતત ચોથી વખત નર્મદાનું પાણી આજી અને ન્યારીડેમમાં ઠાલવાયું - RJT
રાજકોટ: સમગ્ર રાજ્ય ઉનાળાના આકરા તાપમાં બળી રહ્યું છે અને લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે ત્યારે રાજકોટના આજી અને ન્યારી ડેમમાં ફરી નર્મદાના નીર આવ્યા છે. ત્યારે હવે લોકોએ પાણી માટે વલખા નહીં મારવા પડે.
![રાજકોટવાસીઓ આંનદો...સતત ચોથી વખત નર્મદાનું પાણી આજી અને ન્યારીડેમમાં ઠાલવાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3240176-thumbnail-3x2-dem.jpg)
સ્પોટ ફોટો
રાજકોટવાસીઓમાં હર્ષોલ્લાસ, સતત ચોથી વખત ડેમમાં નર્મદાના નીર ઠાલવાયા
સમગ્ર રાજ્યમાં હાલ પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે એવામાં રાજકોટવાસીઓ માટે સારા સમાચાર છે. રાજકોટમાં સતત ચોથી વખત સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ડેમોમાં ઠાલવવામાં આવ્યું છે જેથી લોકોને પાણી માટે વલખા નહીં મારવા પડે. આ સાથે જ ડેમની આસપાસની નાની-નાની નદીઓ પણ પુનજીવિત થશે.
રાજકોટ મનપા દ્વારા આજી ડેમ માટે 400 અને ન્યારી ડેમ માટે 100 MCFT પાણી માંગવામાં આવ્યું છે. નર્મદાનો આ પાણીનો જથ્થો રાજકોટના ડેમમાં આવતાની સાથે આગામી 31 જુલાઇ સુધી રાજકોટના ડેમોમાં પાણી ખાલી નહીં થાય.