રાજકોટ: શહેરની ઐતિહાસિક મનાતી એવી વિરાણી હાઇસ્કુલની કરોડો રૂપિયાની કિંમતી જમીન હાલ સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા અડધી કિંમતે વહેંચવા કાઢવામાં આવી છે. આ સમગ્ર મામલો એવો છે કે. વિરાણી સ્કૂલને સોનાની લગડી જેવી કિંમતી જમીન માટેની જે તે સમયની સૌરાષ્ટ્ર સરકાર દ્વારા 17 ટકા અને કેન્દ્ર સરકાર દ્વારા 66 ટકા ગ્રાન્ટ આપવામાં આવી હતી. જેમાં સરકારે 22 જેટલા ખેડૂતો પાસેથી જમીનનું સંપાદન કરી શિક્ષણ હેતુ માટેની જમીન સ્કૂલના ટ્રસ્ટીઓને ફાળવામાં આવી હતી.
રાજકોટ વિરાણી હાઇસ્કુલનો મામલોઃ 140 કરોડની જમીન ટ્રસ્ટીઓએ અડધી કિંમતે વહેંચવા કાઢી - Rajkot news
રાજકોટની ઐતિહાસિક મનાતી એવી વિરાણી હાઇસ્કુલની કરોડો રૂપિયાની કિંમતી જમીન હાલ સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા અડધી કિંમતે વહેંચવા કાઢવામાં આવી છે.
રાજકોટ વિરાણી હાઇસ્કુલ
પરંતુ હાલના ટ્રસ્ટીઓ દ્વારા શિક્ષણ હેતુ માટે ફાળવાયેલી જમીન વહેંચવા માટે કાઢવામાં આવી છે, ત્યારે સ્કૂલમાં જ અભ્યાસ કરેલા જુના વિદ્યાર્થીઓ આ સ્કૂલને બચાવવા માટે આગળ આવ્યા છે.