રાજકોટઉપલેટા શહેરમાં ગર્ભ સંસ્કાર કેન્દ્ર (Upleta Garbh Sanskar Kendra) ગર્ભવતી મહિલાઓ તેમ જ તેમના પરિવારને મદદરૂપ થઈ રહ્યું છે. ખાસ કરીને નાના બાળકોના ઉછેર અને તેમને જ્ઞાન, સંસ્કાર અને સારા વાતાવરણમાં રાખી કેવી રીતે ઉછેર (Information on raising children) કરવો તે અંગેની માહિતી આપવામાં આવે છે. ઉપરાંત આ કેન્દ્રમાં ગર્ભમાં રહેલા બાળકને ગર્ભની અંદર જ કયા પ્રકારના સંસ્કારો અને તેમનો ઉછેર કરવો તેની પણ માહિતી આપવામાં આવી (Garbh Sanskar Kendra helpful for pregnant women) રહી છે.
ગર્ભવતી મહિલાઓ અને તેમના પરિવારને ફાયદો સાથે જ ગર્ભવતી મહિલાઓને આ કેન્દ્રમાં (Garbh Sanskar Kendra helpful for pregnant women) આવવાથી અનેકો પ્રકારના ફાયદાઓ પણ થયેલા છે જેથી આ કેન્દ્રમાં આવતી ગર્ભવતી મહિલાઓ તેમ જ નાના બાળકોની માતાઓ સહિતનાઓના પરિવારની અંદર પણ આ કેન્દ્રમાં આવવાથી ઘણા ફાયદાઓ અને ઘણી બાળકમાં અને પરિવારમાં પણ સમજૂતી જોવા મળી છે.
સરકાર કરતી હતી સંચાલકોની નિમણૂક ઉપલેટા શહેરમાં રહેતા નીતાબેન જયેશકુમાર માંડલિયા છેલ્લા ઘણા વર્ષોથી આ ગર્ભ સંસ્કાર કેન્દ્ર સાથે (Upleta Garbh Sanskar Kendra) સંકળાયેલાં છે. ભૂતકાળમાં સરકાર દ્વારા આ પ્રકારના કેન્દ્રો (Upleta Garbh Sanskar Kendra) ચલાવવા માટે યોજનાઓ અને તેમના સંચાલકોની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ વર્ષ 2020થી સરકાર દ્વારા આ યોજના બંધ કરી અને આ કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મીઓને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા હતા.
ઉપલેટાના મહિલા થયાં હતાં પ્રેરિત તેવા સમયે ઉપલેટાના નિતાબેન માંડલિયા આ કામથી પોતે અંગત રીતે પ્રભાવિત થયાં હતાં, જેને લઈને સરકારે બંધ કરેલી કામગીરી ઉપલેટાની કિલ્લોલ શાળાના માધ્યમથી કોઈ લાભ લેવા માટે અને આ કેન્દ્રમાં (Upleta Garbh Sanskar Kendra) જોડાવા અને સામેલ થવા માગતા હોય તેમને વિનામૂલ્ય તમામ જ્ઞાન, તાલીમ સમજ અને સેવાઓ 2020 તેમને આશ્રય ગર્ભ સંસ્કાર કેન્દ્રના માધ્યમથી શરૂ કરી કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે.
અસંખ્ય મહિલા આવી ચૂકી છે આ કેન્દ્રની (Upleta Garbh Sanskar Kendra) અંદર તેઓ જેઓ જોડાયાં છે. ત્યારથી તેમની પાસે અસંખ્ય ગર્ભવતી મહિલાઓ આવી ચૂકી છે. તેમાં પતિપત્નીઓ, બાળક એટલે કે ફેમિલી પ્લાનિંગ કરવાનું વિચારતા હોય તેવો તેમ જ નાના બાળકોની માતા અને તેમના પરિવારો સહિતના સૌ કોઈ લોકો આ કેન્દ્ર ખાતે આવે છે અને કેન્દ્રમાં ચાલતી કામગીરી અને આપવામાં આવતી જ્ઞાન તેમજ સમજને પોતાના જીવનમાં અને પોતાના પરિવાર, બાળકો સહિતના સૌ કોઈમાં ઉતારે છે અને સારું પરિણામ પણ મેળવે છે, જેમાં ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે વધુ પ્રાધાન્ય આપી અને ગર્ભમાં રહેલા બાળક સંસ્કારી, સમજૂ અને હોશિયારની સાથે સાથે તંદુરસ્ત જન્મે તે માટેના પણ તમામ તાલીમ અને જ્ઞાન સહિતની માહિતીઓ પૂરી પાડવામાં આવી રહી છે.