સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાની સવારીથી વાતાવરણ ઠંડુ રાજકોટ : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પંથકની અંદર છેલ્લા ઘણા દિવસોની અંદર વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. આ કમોસમી વરસાદના કારણે રાજકોટ જિલ્લાભરમાં ઠેર-ઠેર વરસાદી વાતાવરણ છેલ્લા એક અઠવાડિયાથી જોવા મળી રહ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા સહિતના શહેર અને તાલુકા પંથકના અને આસપાસના વિસ્તારની અંદર કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિતામાં વધારો થયો છે.
યાર્ડમાં પડેલી જણસીઓ પલળી : અચાનક આવી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તેમજ માર્કેટીંગ યાર્ડના વ્યાપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ તેમજ જેતપુર માર્કેટિંગ યાર્ડ અને ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર અચાનક કમોસમી પડેલા વરસાદના કારણે યાર્ડમાં પડેલી જણસીઓ પલડી ગઇ હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો :Unseasonal Rain : ગાજવીજ સાથે પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી
વૃક્ષો ધરાશાયી થયા : છેલ્લા એક અઠવાડિયા જેટલા સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે અચાનક ચોમાસા જેવું વાતાવરણ સર્જાઈ જતા ઠેર-ઠેર વરસાદી વાતાવરણ તો ક્યાંક વાવાઝોડા જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. થોડા દિવસ પૂર્વે ઉપલેટા શહેરની અંદર આવેલા કમોસમી વરસાદના કારણે શહેરની અંદર અને આસપાસના પંથકની અંદર અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.
આ પણ વાંચો :Unseasonal Rain : પોરબંદરમાં કમોસમી વરસાદથી કેરીના પાકને થયું ભારે નુકસાન
કેરીની સીઝનમાં વરસાદ : રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્રમાં અચાનક આવી રહેલા કમોસમી વરસાદના કારણે લોકોને ગરમી અને તડકા સામે રાહત મળી છે. વાતાવરણ ઠંડુ પડી ગયું છે પરંતુ ઉનાળાના સમયની અંદર સિઝનેબલ ફ્રૂટ એટલે કે કેરીની સીઝનમાં લોકો કેરી ખાવાનું શરૂ કરે તે પહેલા જ વરસાદ પડી જતા કેરીની ડિમાન્ડ ઓછી થશે અને ભાવોની અંદર વધારો થશે તેવું લાગી રહ્યું છે, ત્યારે અચાનક કમોસમી વરસાદ અને ઉનાળાના સમયની અંદર આવી પડેલા વરસાદના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે.