રાજકોટ: જિલ્લાના ભાવનગર હાઈવે પર આટકોટ નજીક જંગવડ પાસે આવે ગોળાઈમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળે બે વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. સેવાભાવી લોકો ઘટનાસ્થળે પહોંચીને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા પંકજભાઈ તથા ડૉક્ટર ઈન્દ્રજીત ડાંગર અને આટકોટ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આટકોટના જંગવડ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, 2ના મોત - accident news
આટકોટ તાલુકાના જંગવડ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. આટકોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
કાર અને ટ્રક વચ્ચે અકસ્માત
મૃતકોને પીએમ માટે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતક ભાવનગરના હીતેશભાઈ ડાભી અને તેમના મિત્ર વિશાલભાઈ મહેતા બન્નેનું ઘટના સ્થળે મોત થયું હતું.
કાર ડિવાઈડર ક્રોસ કરીને સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી. મળતી વિગતો અનુસાર, હિતેશભાઈના પત્ની વાંગગ્રા ગામે તેમના પિયરે હોય તેમને તેડવા જતા હતા. આ દરમિયાન જંગવડ પાસે અકસ્માત સર્જાયો હતો. આ જગ્યા પર અવાર નવાર અકસ્માતના બનાવો બનતા રહે છે.