ગોંડલમાં ભોજરાજપરા વિસ્તારમાં રહેતા અને હીરો કંપનીનું ડ્યુટ મોટરસાયકલ ધરાવતા હેતલબેન હસમુખભાઈ બાલધા ક્યારેય પણ એક્ટિવા લઈ રાજકોટ શહેરમાં ફર્યા નથી. તેમ છતાં પણ રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા રૂપિયા 1000 નો મેમો ફટકારાતા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
રાજકોટ ટ્રાફિક પોલીસે વાટ્યો ભાંગરો, જુઓ શું કર્યું?
રાજકોટ: ટ્રાફિકના નવા નિયમો આવ્યા બાદ વાહન ચાલકોમાં ઘણી અવેરનેસ આવી છે, પરંતુ રાજકોટ પોલીસે ઈ-મેમોને પગલે ભાંગરો વાટ્યો હતો. બન્યુ કંઈક એવું કે, જે મહિલાએ ક્યારેય રાજકોટમાં એક્ટિવા ચલાવ્યું જ નથી, તેના નામે પોલીસે 1000નો ઈ મેમો ફટકાર્યો હતો. જુઓ પુરી ઘટના વિગતવાર...
રાજકોટ ટ્રાફિક પોલીસે વાટ્યો ભાંગરો
આ અંગે હેતલબેનના પતિ હસમુખભાઈ દ્વારા રાજકોટ ટ્રાફિક પોલીસને ટેલીફોનિક ફરિયાદ કરાતા ટ્રાફિક કંટ્રોલ દ્વારા ભૂલ થયાનું સ્વીકારાયુ હતું. આ ઉપરાંત દંડનો મેમો ફાડી નાખવાનું જણાવતા રમૂજી પ્રસરી હતી. તેમજ ટ્રાફિક કંટ્રોલર દ્વારા મૂળ માલિકને મેમો આપી દેવાશે તેવો લૂલો બચાવ કરવામાં આવ્યો હતો. હાલ તો મહિલાના નામે રૂપિયા 1000નો દંડ બાકી બોલી રહ્યો છે. આ અંગેની વાતચીતની ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ હતી.