રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક, જુઓ વીડિયો - Terror of antisocial elements
સૌરાષ્ટ્રના પાટનગર સમા શહેર રાજકોટમાં ફરી અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. સોમવાર મોડી રાત્રે શહેરના પેલેસ રોડ પર આવેલા એક રેસ્ટોરન્ટમાં અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરી તોડફોડ કરી હતી.
અસામાજિક તત્વોનો ત્રાસ
રાજકોટ: સોમવાર મોડી રાત્રે શહેરના પેલેસ રોડ પર આવેલા એક રેસ્ટોરન્ટમાં અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. રાત્રે બનેલી આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તોડફોડની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. રાજકોટ A ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.