રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે રાજકોટઃ રંગીલા રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં શહેરના ત્રિકોણબાગ નજીક આવેલ એક ચાની હોટેલમાં પૈસા માંગવા બાબતે અસામાજિક તત્વો દ્વારા કાચની બોટલો વડે હુમલો કરવામાં આવ્યો હતો. જો આ ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. જેના આધારે રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
કાચની બોટલ વડે કરાયો હુમલો : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટની મધ્યમાં આવેલ ત્રિકોણબાગ નજીકના ગેલેક્સી બિલ્ડિંગમાં મોમાઈ ચાની દુકાન ખાતે આ ઘટના બની હતી. જ્યાં ચા પીધા બાદ હોટલ માલિક દ્વારા ચાના રૂપિયા માંગતા માથાકુટ થઈ હતી. ત્યારબાદ અસામાજિક તત્વો દ્વારા કાચની બોટલના ઘા કરી નાસી છૂટ્યા હતાં. જ્યારે હોટેલ પર કાચની બોટલો ઉડતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. જ્યારે આ તત્વો કોણ હતા તે હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો રાજકોટના રેલનગર વિસ્તારમાં 6 લોકો દ્વારા એકની લૂંટની કરાઈ
એક વ્યક્તિ ઇજાગ્રસ્ત : ચાની હોટેલ પર કાચની બોટલો ઘા કરવામાં આવતા ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઘટના એ ડિવિઝન વિસ્તારમાં બની છે. જેને લઈને પોલીસ દ્વારા સીસીટીવી વિડીયોના આધારે વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રાજકોટના રેલનગર વિસ્તારમાં પણ એક ચાની હોટેલ પર અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જ્યારે ફરી આ પ્રકારની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો Rajkot Crime : રાજકોટ લોક દરબારમાં મહિલાની ફરિયાદ ન લેતા કર્યો આત્મહત્યાનો પ્રયાસ
રેલનગરમાં પણ ચાના સ્ટોલ પર થયો હતો હુમલો :રાજકોટમાં હવે પોલીસનો ખોફ ઓસરતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આવારાતત્વો બેફામ બની રહ્યા છે. શહેરમાં અનેક વખત જોખમી સ્ટંટ સાથે વિડિયો બનાવતા યુવાનો નજરે પડે છે તો ક્યારેક જાહેરમાં મારામારીના બનાવ સામાન્ય બની ગયા છે. ત્યારે જાન્યુઆરીમાં પણ આ પ્રકારની ઘટનાનો એક વિડીયો સામે આવ્યો હતો. રાજકોટના રેલનગર વિસ્તારમાં લુખ્ખા તત્વો તોડફોડ કરતા હોવાનો એક વિડીયો વાઇરલ થયો હતો.. રેલનગરના શક્તિ ટી સ્ટોલ પાસે કેટલાક યુવાનો પથ્થર અને લાકડી વડે રાત્રે તોડફોડ કરી રહ્યાના CCTV ફૂટેજ પ્રકાશમાં આવ્યા હતાં ઘટનાને પગલે રેલનગર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો અનેે આ તોડફોડ કયા કારણોસર કરવામાં આવી તે હજુ સુધી બહાર આવ્યું નથી.
તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ :રાજકોટપોલીસ ઢીલું મૂકાતાં અવારનવાર બાઈક સ્ટંટાથી ભય ફેલાવતાં અસામાજિક તત્વોના વિડીયો સામે આવતાં રહે છે. તો બીજી તરફ રાજકોટના રેલનગર વિસ્તારમાં એક ટી સ્ટોલની દુકાનમાં તોડફોડ કર્યાની ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનામાં પણ પરંતુ રાજકોટ પોલીસ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ તોડફોડ કયા કારણોસર કરાઈ તે હજુ સુધી બહાર આવ્યું નથી.
પોલીસની કામગીરી પર અનેક સવાલો : બીજીતરફ સ્થાનિકો પણ પોલીસ કાર્યવાહી કરે તેની રાહ જોઈને બેસી રહ્યા છે. શહેરમાં એક બાદ એક આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઈસમો બેફામ બન્યા છે. ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યારે આ મામલે પોલીસ તપાસ કરશે ત્યારે બનાવનું સાચું કારણ શું છે તે બહાર આવશે.