રાજકોટ : સૌરાષ્ટ્ર અને કહેવાતા રંગીલા રાજકોટની સૌથી મોટી જો સમસ્યા હોય તો તે પીવાના પાણીની છે. એવામાં હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટના અલગ અલગ વિસ્તારમાં પાણીની સમસ્યાઓ ઉદભવી રહી છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 12 એવા વાવડી વિસ્તારમાં પણ ઉનાળામાં પાણીની સમસ્યાને લઇને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ઉનાળાની શરૂઆતથી અમારા વિસ્તારમાં માત્ર 10 મિનિટ જ પાણી વિતરણ કરવામાં આવે છે. આ સાથે જ વિસ્તારમાં ડોહળું અને ગંદકી યુક્ત પાણી આવે છે. જેને લઇને આગામી દિવસોમાં સ્થાનિકોનું આરોગ્ય પણ જોખમાઇ શકે છે.
અમારા વિસ્તારમાંથી મેયર ચૂંટાયા :અંગે વોર્ડ નંબર 12માં રહેતા નટુ રાઠોડે જણાવ્યું હતું કે, અમારા વિસ્તાર વર્ષ 2015થી રાજકોટ કોર્પોરેશનમાં ભળ્યો છે. ત્યારથી અત્યાર સુધી અમારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. જ્યારે મુખ્ય સમસ્યા અમારા વિસ્તારની પાણીની છે. હાલ અમારા વિસ્તારમાં દૈનિક માત્ર 10 મિનિટ જ પાણી આવે છે. જ્યારે આ મામલે અમે ઓનલાઈન ફરિયાદો કરી છે વારંવાર કોર્પોરેશન તંત્રને રજૂઆત કરી છે. છતાં પણ હજુ અમારી સમસ્યાનો નિકાલ આવ્યો નથી. જ્યારે અમારા વોર્ડમાંથી રાજકોટના મેયર ચૂંટાયા છે. અમે વારંવાર મેયરને પણ રજૂઆત કરી છે છતાં પણ અમારા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી.
આ પણ વાંચો :Water Crisis in Danta : ઘરઆંગણે પાણીના નળ, પણ પાણી માટે ઠેરઠેર રઝળપાટ કરતાં 200 લોકો